અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે અણબનાવ ઘણા સમયથી ચાલી રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી આ ચર્ચાઓ પર કપલે મૌન જાળવી રાખ્યું છે. અણબનાવના સમાચાર વચ્ચે એક મોટું અપડેટ સામે આવ્યું છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ફરી એકવાર સાથે જોવા મળવાના છે.
મણિરત્નમ અભિષેક અને ઐશ્વર્યાને લઈને બનાવશે ફિલ્મ
મીડિયા રિપોર્ટ મુજબ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની જોડી ફરી એકવાર સાથે જોવા મળવાની છે. રિપોર્ટ મુજબ અણબનાવના સમાચાર ચર્ચાઓ વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન ટૂંક સમયમાં એક ફિલ્મમાં સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે ફેમસ ફિલ્મમેકર મણિરત્નમ પોતાની 'ગુરુ' જોડી અભિષેક અને ઐશ્વર્યા સાથે બીજી હિન્દી ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા છે.
શું આ મણિરત્નમની જોડી ત્રીજી વખત પણ હિટ થશે?
તેમના સંબંધો વિશે વધતી ચર્ચા વચ્ચે મણિરત્નમની નજીકના સૂત્રએ કહ્યું કે ફિલ્મ મેકરે આખરે ત્રીજી ફિલ્મ માટે ઐશ્વર્યા - બચ્ચન જોડીને ફરીથી જોડવા માટે એક આકર્ષક વાર્તા શોધી કાઢી છે.
જુનિયર બીએ મણિરત્નમના કર્યા વખાણ
મણિરત્નમ સાથે અભિષેકની આ ચોથી ફિલ્મ હશે. મણિરત્નમ સાથેના તેના ગાઢ સંબંધો વિશે વાત કરતાં અભિષેકે મીડિયાને કહ્યું હતું કે 'જ્યારે તે પહેલીવાર 'યુવા' માટે મને સાઈન કરવા અમારા ઘરે આવ્યો, ત્યારે મને લાગ્યું કે તે પા (પિતા) અમિતાભ બચ્ચનની સાઈન કરવા આવ્યા છે. જ્યારે મને ખબર પડી કે તે હું જ હતો જેને તે ઈચ્છતો હતો, ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગયો. મણિ સાથે કામ કરવા માટે કોઈપણ એક્ટર તૈયાર થશે. મને એ વાતનો ખૂબ ગર્વ છે કે તેણે મને અત્યાર સુધીમાં ત્રણ વખત તેની સિનેમા માટે લાયક ગણ્યો છે.
2014માં અભિષેકે આ પ્રકારની અફવાઓ પર કર્યો કટાક્ષ
તેના લગ્નજીવનમાં મુશ્કેલીઓ હોવા છતાં તેને મૌન જાળવી રાખ્યું છે. તે પહેલા પણ આનો સામનો કરી ચુક્યો છે. 2014માં પણ આવા જ દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ અભિષેકે તેમને ફગાવી દીધા હતા અને એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેને લખ્યું હતું કે 'ઠીક છે. તેથી હું માનું છું કે હું છૂટાછેડા લઈ રહ્યો છું. મને જણાવવા બદલ આભાર! જ્યારે હું ફરીથી લગ્ન કરીશ ત્યારે તમે મને જણાવશો?'