બોલીવુડનું ફેમસ કપલ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન પોતાની પર્સનલ લાઈફને કારણે સતત ચર્ચામાં રહે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધોમાં અણબનાવ છે.


મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે બોલીવુડ એક્ટ્રેસ નિમરત કૌરના કારણે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. પરંતુ બચ્ચન પરિવારે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનને લઈને હજુ પણ મૌન જાળવ્યું છે. આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચનનો ભાઈ અને ભાભી આદિત્ય અને શ્રીમા રોય ચર્ચામાં આવ્યા છે.

રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળ્યા આદિત્ય અને શ્રીમા

ઐશ્વર્યા રાય બચ્ચનની ભાભીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને કારણે લોકો હવે ઐશ્વર્યા રાય બચ્ચનની ભાઈ ભાભી વિશે વાત કરી રહ્યા છે. આ વીડિયોમાં આદિત્ય અને શ્રીમા રાય રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આદિત્ય અને શ્રીમા રોયે ક્યા યે મેરા પહેલા પહેલા પ્યાર હૈ ગીત પર ડાન્સ કર્યો હતો. આદિત્ય અને શ્રીમા રોય દેશી સ્ટાઈલમાં રોમાન્સ કરતા જોવા મળે છે. વીડિયોમાં આદિત્ય તેની પત્નીના પલ્લુને પકડેલો જોવા મળે છે.

https://www.instagram.com/p/DBtEnzDsaeG/ 

ડાન્સ જોઈ ફેન્સનું દિલ થયું ખુશ

આદિત્ય અને શ્રીમા રોયની આ સ્ટાઈલ જોઈને ફેન્સનું દિલ ખુશ થઈ ગયું છે. પહેલીવાર આદિત્ય અને શ્રીમા રોય એકબીજા સાથે આ રીતે ડાન્સ કરતા જોવા મળ્યા છે. આ જ કારણ છે કે છેલ્લા એક સપ્તાહથી આદિત્ય અને શ્રીમા રોયનો આ વીડિયો ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે. ફેન્સ કહી રહ્યા છે કે કોઈના સંબંધમાં ઓછામાં ઓછો પ્રેમ બાકી છે.


  • Follow us on: