ઐશ્વર્યા રાયને દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાંથી એક કહેવામાં આવે છે. તે જેટલી સુંદર છે તેટલી જ બુદ્ધિશાળી પણ છે અને તે એક શાનદાર એક્ટ્રેસ પણ છે. એક્ટ્રેસે પોતાની એક્ટિંગથી કરોડો સિનેમા પ્રેમીઓના દિલ જીતી લીધા છે.


એક્ટ્રેસે વર્ષ 1994માં મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. પરંતુ ઘણી વખત તેને અભદ્ર કોમેન્ટનો પણ સામનો કરવો પડ્યો હતો. તેણે પ્લાસ્ટિક પણ કહેવામાં આવતું હતું, પરંતુ ત્યારે અભિષેક બચ્ચને તેનો બચાવ કર્યો હતો.

અભિષેકે ઐશ્વર્યાને લઈને કહી આ વાત

મીડિયા રિપોર્ટ મુજબ એક ઈન્ટરવ્યુમાં અભિષેક બચ્ચને કહ્યું, “ખરેખર જો તમે જુઓ તો… અને હવે હું એક પતિ તરીકે નથી બોલી રહ્યો, હું એક કો-એક્ટર તરીકે બોલી રહ્યો છું … તેણે કેટલીક સાહસી ભૂમિકા ભજવી છે, જ્યારે તે પોતાની સુંદરતા માટે જાણીતી છે.” તેણે જગ મુન્દ્રાની પ્રોવોક્ડ (2006), રિતુપર્ણો ઘોષની ચોકેર બાલી (2003) અને રેનકોટ (2004) અને મણિરત્નમની ગુરુ (2007) જેવી ફિલ્મોના ઉદાહરણો આપીને કહ્યું કે ઐશ્વર્યા વિશે ચર્ચા કરતી વખતે લોકોએ તેના ટેલેન્ટને પણ સમજતા નથી .

આ ફિલ્મમાં જોવા મળી એશ્વર્યા

મણિરત્નમના રાજનીતિક ડ્રામા ઈરુવર (1997)માં ડબલ રોલ કરીને ફિલ્મોમાં ડેબ્યૂ કરનાર ઐશ્વર્યાને 2009માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી અને 2012માં ફ્રાન્સ સરકારે તેનું ઓર્ડર ઓફ આર્ટસ એન્ડ લેટર્સથી સન્માન કર્યું હતું. તે છેલ્લી ફિલ્મ પોન્નીયિન સેલવાનમાં જોવા મળી હતી, જેમાં ઐશ્વર્યાને તેના અભિનય માટે ઘણા એવોર્ડ મળ્યા હતા.

ઐશ્વર્યા અને અભિષેકના 17 વર્ષ જૂના લગ્નના સંબંધોમાં હાલમાં અણબનાવ છે તેની અટકળો ચાલી રહી છે. અત્યાર સુધી કપલે આ બાબતે આદરપૂર્ણ મૌન જાળવી રાખ્યું છે. ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા સાથે અને અભિષેક બચ્ચન પરિવાર સાથે જોવા મળે છે.


  • Follow us on: