અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે અણબનાવના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચનનું 'દસવી' કો એક્ટ્રેસ નિમરત કૌર સાથે અફેર છે તે ચર્ચા છે. પરંતુ આને લઈને બચ્ચન પરિવાર તરફથી ન તો કોઈ પ્રતિક્રિયા આવી છે કે ન તો નિમરત કે ઐશ્વર્યાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી છે.
અમિતાભ બચ્ચને લખ્યો પત્ર
આ ચર્ચાઓ વચ્ચે અમિતાભ બચ્ચન દ્વારા નિમરત કૌરને હાથથી લખેલા પત્રની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અમિતાભ બચ્ચને વર્ષ 2022માં 'દસવી'માં નિમરત કૌરના અભિનય માટે પ્રશંસાનો પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં તેમને લખ્યું હતું કે, “અમારી વચ્ચે ભાગ્યે જ કોઈ વાતચીત કે મુલાકાત થઈ હતી. છેલ્લી પ્રશંસા મેં વાયઆરએફ ઈવેન્ટમાં કેડબરીની જાહેરાત માટે કરી હતી. પણ ‘દસવી’માં તમારું કામ અસાધારણ છે, સૂક્ષ્મતા, હાવ-ભાવ, બધું જ! મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન, પ્રશંસનીય.”

નિમરત કૌરને માટે એક સ્વપ્ન
નિમરત કૌરે અમિતાભ બચ્ચનના પત્રને સોશિયલ મીડિયા પર શેર કરીને જવાબ આપ્યો અને એક લાંબું કેપ્શન લખ્યું. તેને લખ્યું છે કે "18 વર્ષ પહેલા, જ્યારે મેં પહેલીવાર મુંબઈમાં પગ મૂક્યો હતો, ત્યારે મેં વિચાર્યું હતું કે એક દિવસ અમિતાભ બચ્ચન મારું નામ જાણશે, અમારી મીટિંગ યાદ કરશે, એક જાહેરાતમાં મારા કામની પ્રશંસા કરશે..."

નિમરત કૌરે અમિતાભ બચ્ચનને પિતાની જેમ કહ્યા
નિમરત કૌરે આગળ લખ્યું છે કે "અને, વર્ષો પછી, મેં એક ફિલ્મમાં કરેલા કામ માટે એક ચિઠ્ઠી અને ફૂલો મોકલશે, આ બધું મને દૂરના સ્વપ્ન જેવું લાગતું હતું, કદાચ કોઈ બીજાનું સ્વપ્ન લાગે છે." અમિતાભ સર, તમને મારો પ્રેમ, અનંત આભાર. આજે શબ્દો અને લાગણીઓ બંને ઓછા પડી રહ્યા છે. આપનો આ પ્રેમભર્યો પત્ર મને જીવનભર પ્રેરણા આપતો રહેશે અને અમૂલ્ય ગુલદસ્તાના રૂપમાં આપના આશીર્વાદની સુવાસ મારા જીવનના દરેક પગથિયે રેલાતી રહેશે. તમારા તરફથી મળેલી આ પ્રશંસાને લીધે, હું એક મૌન અનુભવું છું ... જેમ કે કોઈ વિશાળ પર્વત અથવા કોઈ પ્રાચીન મંદિરની સામે હોય. તારી નિષ્ઠાપૂર્વક, નિરંતર આભારી, નિમરત.”