ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બોલીવુડના લોકપ્રિય કપલમાંથી એક છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમના અણબનાવના સમાચારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ વચ્ચે કંઈ જ બરાબર નથી. પરંતુ એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ઐશ્વર્યા રાયના તેના સાસરિયાઓ સાથે કેવા સંબંધો છે.


ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચનના કર્યા વખાણ

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ભલે કેટલાક સમયથી સાથે જોવા ન મળે પરંતુ તેમના સંબંધોને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ દરમિયાન એક્ટ્રેસનું એક જૂનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં ઐશ્વર્યાએ માત્ર તેના સાસરિયાના જ નહીં પરંતુ અભિષેક બચ્ચનના પણ ખૂબ વખાણ કર્યા હતા.

ઐશ્વર્યાએ પરિવાર વિશે કહી આ વાત

એક એવોર્ડ ફંક્શનનો ઐશ્વર્યા રાયનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટ્રેસ અમિતાભ અને જયાને જોઈને કહે છે, 'તમારી વહુ બનવું એ એક વિશેષાધિકાર અને સન્માનની વાત છે. હું ભગવાનનો આભાર માનું છું કે તેણે મને આ પરિવારનો ભાગ બનાવ્યો.

એક્ટ્રેસના ફેન્સે કર્યા વખાણ

આ સિવાય ઐશ્વર્યા રાયે તેના પતિ અભિષેક બચ્ચનના પણ ખૂબ વખાણ કર્યા હતા. એક્ટ્રેસે કહ્યું કે તમે વિશ્વના બેસ્ટ પતિ છો અને હું તમને ખૂબ પ્રેમ કરું છું. એક્ટ્રેસના આ નિવેદન બાદ ફેન્સે તેના ખૂબ વખાણ થયા હતા. ઐશ્વર્યા એવોર્ડ મેળવ્યા બાદ તેણે સાસુના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા.

તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પછી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે અણબનાવના સમાચાર આવી રહ્યા છે. આ કપલ ન તો લગ્નમાં એકસાથે જોવા મળ્યું હતું અને ન તો ત્યારપછી એક વખત પણ સાથે જોવા મળ્યું હતું. ઐશ્વર્યા રાય ઘણીવાર તેની પુત્રી આરાધ્યા સાથે જોવા મળે છે. આ દરમિયાન અભિષેક બચ્ચનનું નામ નિમરત કૌર સાથે જોડવામાં આવી રહ્યું છે. 

  • Follow us on: