ઐશ્વર્યા રાય તેની બેસ્ટ ફિલ્મો માટે જાણીતી છે, અને એક સમયે તે દરેક મુદ્દા પર ખુલીને બોલતી પણ જોવા મળતી હતી. એક્ટ્રેસ મહિલાઓ પર થતા અત્યાચારો વિશે પણ ખુલીને વાત કરી.


એકવાર જ્યારે એક્ટ્રેસને ખબર પડી કે તે જે ફિલ્મમાં કામ કરી રહી છે તેનો મેકર તેની ગર્લફ્રેન્ડને મારે છે, ત્યારે ઐશ્વર્યાએ તે ફિલ્મ છોડી દીધી અને તે પીડિત એક્ટ્રેસનો સપોર્ટ પણ બની ગઈ. જાણો શું છે સમગ્ર મામલો.

આ વાત 2018ની છે, તે સમયે ઐશ્વર્યા રાયે એક એવી એક્ટ્રેસને સપોર્ટ કર્યો હતો, જેને સમગ્ર ઉદ્યોગ દ્વારા સાઈડલાઈન કરવામાં આવી હતી. તે સમય દરમિયાન, ઈન્ડસ્ટ્રીમાં કોઈ તે એક્ટ્રેસને કોઈ કામ આપી રહ્યું ન હતું કારણ કે તેણે ખુલાસો કર્યો હતો કે તેના મેકર બોયફ્રેન્ડે તેનું શોષણ કર્યું હતું અને તેને મારી હતી.

ઐશ્વર્યાએ ફ્લોરા સૈનીને કર્યો સપોર્ટ

બોયફ્રેન્ડ દ્વારા શોષણનો ભોગ બનેલી આ એક્ટ્રેસનું નામ ફ્લોરા સૈની છે. ફ્લોરા સૈનીએ 2018 માં મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેના બોયફ્રેન્ડના ત્રાસ વિશે ખુલાસો કર્યો હતો. તે સમયે કોઈએ ફ્લોરા સૈનીને સપોર્ટ કર્યો ન હતો, પછી ઐશ્વર્યા રાયે તેનો સપોર્ટ કર્યો. ફ્લોરા સૈનીએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું કે “જ્યારે મેં તે સમયે શોષણ સામે અવાજ ઉઠાવ્યો ત્યારે મને લાગ્યું કે મેં ખૂબ મોટી ભૂલ કરી છે. કારણ કે પછી મને ઈન્ડસ્ટ્રીમાં કામ મળવાનું બંધ થઈ ગયું. હું મારા પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય હતી, તેથી મારા માટે વસ્તુઓ ખૂબ જ મુશ્કેલ બની ગઈ.

ફ્લોરા સૈનીએ કર્યો ખુલાસો

ફ્લોરા સૈનીએ આગળ કહ્યું કે “જ્યારે આખી દુનિયા મારી વિરુદ્ધ ઉભી હતી, ત્યારે ફક્ત એક જ મહિલા હતી જેણે મને સપોર્ટ કર્યો. પછી, ઐશ્વર્યા રાયના સપોર્ટથી, મને હિંમત મળી અને આશા જાગી. કોણ પોતાની નોકરી છોડી દે છે? તેણે મારા માટે આ કર્યું. તેમના માટે તે ખૂબ જ નાની વાત હશે, પણ મારા માટે તે ખૂબ જ મોટી વાત છે. હવે કદાચ તેને આ યાદ પણ નહીં હોય, પણ હું તેને ખૂબ પ્રેમ કરું છું. ખરેખર તે સમયે ફ્લોરા સૈની ગૌરાંગ દોશીને ડેટ કરતી હતી. ફ્લોરાએ તેમના પર શોષણનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ગૌરાંગે તેનું જડબું પણ તોડી નાખ્યું હતું.


  • Follow us on: