હાલમાં જ બચ્ચન પરિવાર આરાધ્યા બચ્ચનના સ્કૂલ ફંક્શનમાં સાથે જોવા મળ્યો હતો. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય એકસાથે એન્ટ્રી કરી હતી. અમિતાભ બચ્ચન પણ તેમની પૌત્રીનો કાર્યક્રમ જોવા આવ્યા હતા અને તાળીઓ પાડતા જોવા મળ્યા હતા.
આરાધ્યાના સ્કૂલ ફંક્શનના ચાર દિવસ બાદ ઐશ્વર્યા રાય તેની દીકરી સાથે ક્રિસમસના અવસર પર બહાર ગઈ છે. બંને એરપોર્ટ પર મેચિંગ કપડામાં સાથે જોવા મળ્યા હતા.
માતા અને પુત્રીએ જીત્યું ફેન્સનું દિલ
ઐશ્વર્યા રાય અને આરાધ્યા એરપોર્ટ પર સાથે જોવા મળી હતી. બંને બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળ્યા હતા. ઐશ્વર્યા તેની પુત્રીની સુરક્ષાનું ધ્યાન રાખતી અને તેનો હાથ પકડીને ચાલતી જોવા મળી. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પછી ફેન્સ દ્વારા સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે ઐશ અને આરાધ્યા ક્યાં રજાઓ પસાર કરવા જઈ રહ્યા છે? તેમજ અટકળો લગાવવામાં આવી રહી છે કે શું બંને વિદેશમાં નવું વર્ષ ઉજવશે?
ફેન્સ આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા
આ વીડિયો પર યુઝર્સ તરફથી રસપ્રદ પ્રતિક્રિયાઓ આવી રહી છે. બંનેને સાથે જોઈને ફેન્સ તેમના બોન્ડિંગના વખાણ કરી રહ્યા છે. યુઝર્સ લખે છે કે, 'બાળક ગમે તેટલું મોટું થાય, માતા માટે તે બાળક જ રહે છે. ઐશ્વર્યા જે રીતે આરાધ્યાનું ધ્યાન રાખે છે તે દિલ જીતી લે છે. કેટલાક યુઝર્સ લખી રહ્યા છે કે, 'આરાધ્યા હવે ટીનેજમાં છે, ઐશ્વર્યા તેનો હાથ પકડવાનું ક્યારે બંધ કરશે'?
છૂટાછેડાની ચર્ચાઓ પર મૂક્યું પૂર્ણવિરામ
તાજેતરમાં જ દીકરી આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા સાથે જોવા મળ્યા હતા. બંનેએ એકસાથે એન્ટ્રી કરી હતી અને અભિષેક બચ્ચન ઐશ્વર્યાનું ખૂબ ધ્યાન રાખતા જોવા મળ્યા હતા. આ જોઈને તે અફવાઓ પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું જેમાં બંને વચ્ચે અણબનાવ હોવાના દાવા કરવામાં આવી રહ્યા હતા.