બી-ટાઉનના પાવર કપલ તરીકે ઓળખાતા મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે તેમના 6 વર્ષ જૂના સંબંધોનો અંત લાવી દીધો છે. સિંઘમ અગેનના પ્રમોશનલ ઈવેન્ટમાં એક્ટરે પોતાને સિંગલ જાહેર કર્યો હતો અને સ્વીકાર્યું હતું કે તે હવે મલાઈકાને ડેટ કરી રહ્યો નથી.


મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના અલગ થવાના સમાચાર નવા નથી. છેલ્લા છ વર્ષમાં તેમના બ્રેકઅપની અફવાઓએ ઘણી વખત લોકોનું ધ્યાન ખેંચ્યું છે. પરંતુ બંનેએ હંમેશા આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે અને તેને નકારી કાઢી છે. પરંતુ આ વખતે તેને તેમ ન કર્યું અને તેના મૌનથી તેમના બ્રેકઅપની પુષ્ટિ થઈ.

'પ્રેમ' પર મલાઈકાની પોસ્ટ

અર્જુન કપૂરે તેના બ્રેકઅપની પુષ્ટિ કરી છે, પરંતુ મલાઈકા હજુ પણ આ અંગે મૌન છે. તેમના અલગ થવાનું કારણ પણ બહાર આવ્યું નથી. પણ બંને હાવભાવ દ્વારા ઘણું કહી જાય છે. હાલમાં જ મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે પ્રેમના અંતનું કારણ જણાવ્યું હતું. મલાઈકા અરોરાએ પોસ્ટમાં લખ્યું હતું - પ્રેમનો ઓક્સિજન એક પ્રયાસ છે. તેના વિના અગ્નિ મરી જાય છે.


અર્જુન કપૂરની ક્રિપ્ટિક પોસ્ટ

મલાઈકા અરોરા પછી સિંઘમ અગેન સ્ટાર અર્જુન કપૂરે એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, જેમાં તેને પ્રયાસને તણાવપૂર્ણ ગણાવ્યો છે. આ એક્ટ્રેસની પોસ્ટ તરફ ઈશારો કરે છે. એક્ટરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે દરેકને ખુશ કરવાનો પ્રયાસ કરવાથી તણાવ, ઉદાસી અને હતાશા થાય છે. તમે જે છો તે બનો. કોણ આ કરવા તૈયાર છે તે જાણવું સારું રહેશે.


મલાઈકા અરોરાનો અર્જુન કપૂરે આપ્યો સાથ

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ભલે અલગ થઈ ગયા હોય, પરંતુ એક્ટર તેની એક્સ ગર્લફ્રેન્ડના દુઃખમાં તેની સાથે ઊભો હતો. સપ્ટેમ્બર મહિનામાં મલાઈકાના પિતાનું નિધન થયું હતું. આ ખરાબ તબક્કામાં અર્જુન કપૂર તેની પૂર્વ ગર્લફ્રેન્ડને હિંમત આપવા તેના ઘરે ગયો હતો. એક્ટરે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તે જેની સાથે ભાવનાત્મક સંબંધમાં છે, તે હંમેશા દુઃખ અને સુખમાં તેમનો સાથ આપશે. અર્જુન કપૂરને ડેટ કરતા પહેલા મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા, બંને 2017 માં અલગ થઈ ગયા હતા. બંનેને એક પુત્ર પણ છે જેનું નામ અરહાન છે.


  • Follow us on: