ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન તેમના અંગત સંબંધોને કારણે સતત ચર્ચામાં છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી તેમના સબંધોમાં ખટાશ આવી હોય એવું લાગી રહ્યું છે. છૂટાછેડાના સમાચાર પર ન તો કપલ મૌન તોડી રહ્યું છે અને ન તો કોઈ આ સમાચારને નકારી રહ્યું છે. આવી સ્થિતિમાં ઐશ્વર્યા-અભિષેકના છૂટાછેડાના સમાચારથી ઉભરાય ગયું છે. કેટલાક કહી રહ્યા છે કે બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા વચ્ચેના સંબંધો સારા નથી. આપણે ઐશ્વર્યાના કરિયર પર નજર કરીએ તો તેની પહેલી હિટ ફિલ્મ સલમાન ખાન સાથેની 'હમ દિલ દે ચૂકે સનમ' હતી.
સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મમાં પહેલીવાર ઐશ્વર્યા રાય અને સલમાન ખાનને મોટા પડદા પર જોડી તરીકે રજૂ કર્યા હતા. આ ફિલ્મના સેટ સાથે જોડાયેલી ઘણી કહાની છે જે ખૂબ જ રસપ્રદ અને સુંદર છે. ઐશ્વર્યાએ આ ફિલ્મ માટે નક્કી કર્યું હતું કે, તેને ગમે તેટલી મહેનત કરવી પડે તે હાર નહીં માને. હકીકતમાં ઐશ્વર્યા પહેલા ભણસાલીએ મનીષા કોઈરાલાને પોતાની ફિલ્મ માટે લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેના ઇનકાર બાદ ઐશ્વર્યાએ પિક્ચરમાં એન્ટ્રી કરી હતી.
ઐશ્વર્યા કાળઝાળ ગરમીમાં રેતીમાં ખુલ્લા પગે ચાલી
આ ફિલ્મમાં ઐશ્વર્યાને નંદિનીના રોલમાં બતાવવામાં આવી છે. ફિલ્મના એક સીનમાં તમે જોયું જ હશે કે નંદિની રેતી પર ખુલ્લા પગે ચાલતી જોવા મળે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કાળઝાળ ગરમીમાં તે રેતી ખૂબ જ ગરમ હતી તેના પર ઉઘાડા પગે ચાલવું કોઈના માટે સરળ નહોતું. તે સમયે તાપમાન પણ 35 ડિગ્રી હતું. ઐશ્વર્યા રાયના શૂટિંગ દરમિયાન તેના પગ પણ દાઝી ગયા હતા. પરંતુ તેણે આ સીન શાનદાર રીતે પૂરો કર્યો. ભણસાલી પણ ઐશ્વર્યાથી ખૂબ ખુશ થઈ ગયા હતા.
'નિમ્બોડા' ગીત સૂજી ગયેલા પગ સાથે શૂટ કરવામાં આવ્યું હતું
'હમ દિલ દે ચૂકે સનમ'નું હિટ ગીત 'નિમ્બોડા' બધાએ સાંભળ્યું જ હશે. ઐશ્વર્યાની સુંદરતા અને ડાન્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર ઝુમ્મર પડી ગયું હતું જેના કારણે એશના પગમાં પણ ઈજા થઈ હતી. ઐશ્વર્યાનો પગ સાવ સૂજી ગયો હતો. આ વાતનો ખુલાસો દિવંગત કોરિયોગ્રાફર સરોજ ખાને કર્યો હતો. તેણે કહ્યું હતું કે આ ડાન્સ દરમિયાન ઐશ્વર્યાએ ઘણી મહેનત કરી હતી. તેના હાથ-પગ પણ સૂજી ગયા હતા પરંતુ તેણે કોઈને ફરિયાદ પણ કરી ન હતી.
'હમ દિલ દે ચૂકે સનમ'નું બજેટ અને કમાણી
25 વર્ષ પહેલા રિલીઝ થયેલી 'હમ દિલ દે ચૂકે સનમ'ને સંજય લીલા ભણસાલીએ 16 કરોડ રૂપિયાના બજેટમાં બનાવી હતી. આ ફિલ્મે રિલીઝ થતા જ બધાના દિલ જીતી લીધા હતા. સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની આ તસવીરે બોક્સ ઓફિસ પર કુલ 52 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મના સેટ પર સલમાન ખાન પણ ઐશ્વર્યા રાયના પ્રેમમાં પડ્યો હતો. બંને એકબીજાની નજીક આવ્યા અને દરેક જગ્યાએ તેમના પ્રેમની ચર્ચાઓ થવા લાગી હતી.