ઐશ્વર્યા રાય પહેલા સોમી અલી સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. જોકે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. હાલમાં જ સોમી અલીએ સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના સંબંધોને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા છે.


સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના સંબંધોના ખુલાસા

ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હોવા છતાં પણ સલમાન ખાન સાથેના તેના સંબંધોની ચર્ચા છે. તેમની લવ સ્ટોરી ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી. હાલમાં જ સોમી અલીએ જણાવ્યું કે તેમનો પ્રેમ કેવી રીતે ખીલ્યો.

સોમી અલીએ કહ્યું હતું કે ઐશ્વર્યા રાય ઘણીવાર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટના જિમમાં આવતી હતી. જ્યાં તે અને અભિનેતા ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા. જ્યારે સોમીને પૂછવામાં આવ્યું કે શું તેની લવ સ્ટોરી જિમથી શરૂ થઈ હતી? તો તેણે જવાબ આપ્યો હતો કે, 'ના, ઐશ્વર્યા અને સલમાન હમ દિલ દે ચૂકે સનમના શૂટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યા હતા. અંદરના નોકરોએ મને આ અંગે જાણ કરી હતી.

સલમાન ખાન એક્સ ગર્લફેન્ડ સોમીએ કર્યા ખુલાસા

મને ત્યાર બાદ લાગવા માંડ્યું કે આ સંબંધ ગંભીર બનશે. હું જાણતી હતી કે મારા જવાનો સમય આવી ગયો છે.' સોમી અલીએ જણાવ્યું કે જ્યારે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેણે મારો ફોન ઉપાડ્યો નહોતો.

સોમીએ કહ્યું હતું કે, 'જ્યારે મારા વારંવાર ફોન કરવા છતાં પણ સલમાને ફોન ન ઉપાડ્યો ત્યારે મેં સંજય લીલા ભણસાલીને ફોન કર્યો અને તેણે મને કહ્યું હતું કે તે અત્યારે શોટ કરી રહ્યો છે અને વાત કરી શકતો નથી. મને શંકા થઈ કે જો તે ડિરેક્ટર છે તો તે મારો ફોન કેવી રીતે ઉપાડે છે. આ પછી તે ચૂપ થઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય લગભગ 2 વર્ષથી એકબીજાને ડેટ કર્યા હતા. જો કે, તેમના સંબંધોનો અંત ખૂબ જ ખરાબ હતો. અભિનેત્રીએ સલમાન ખાન પર મારપીટ જેવા અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પછી ઐશ્વર્યાએ વર્ષ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા જ્યારે સલમાન ખાન હજુ પણ સિંગલ છે.

  • Follow us on: