બુધવારે સાંજે મુંબઈમાં ફિલ્મ 'કરાટે કિડ લિજેન્ડ'ના હિન્દી ટ્રેલરના લોન્ચ સંબંધિત એક સેરેમની યોજાઈ હતી. આમાં અજય દેવગને પોતાના પુત્ર યુગ સાથે એન્ટ્રી કરી. લોન્ચ ઈવેન્ટમાં કેટલાક બાળકો કરાટે ડ્રેસ પહેરેલા જોવા મળ્યા હતા અને કરાટે એક્શન પણ કરતા જોવા મળ્યા હતા.


આ જ કાર્યક્રમમાં અજય દેવગને ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્તમાન મુદ્દા વિશે પણ વાત કરી. અજય દેવગને શું કહ્યું જાણો છો?

યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ ન હતો

હોલીવુડ ફિલ્મ 'કરાટે કિડ લિજેન્ડ' ના હિન્દી ટ્રેલર લોન્ચ દરમિયાન અજય દેવગન કહે છે, 'કોઈ પણ યુદ્ધ ઈચ્છતું નથી, પરંતુ તેના સિવાય કોઈ ઓપ્શન ન હતો. હું આપણા બધા સશસ્ત્ર દળો, પ્રધાનમંત્રી અને સરકારને સલામ કરું છું કારણ કે તેમને તે કર્યું છે જે કરવું જોઈતું હતું. સાચે સારું કામ કર્યું છે.'


યુગ દેવગને જય હિંદના લગાવ્યા નારા

અજય દેવગનના નિવેદન પછી, કાર્યક્રમમાં હાજર બધાએ જય હિંદના નારા લગાવ્યા. અજયના દીકરાએ પણ જોરથી 'જય હિંદ' ના નારા લગાવ્યા. અજય દેવગનના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર યુઝર્સે પણ પ્રતિક્રિયા આપી અને તેમની ખૂબ પ્રશંસા કરી.


'કરાટે કિડ લિજેન્ડ'માં આ પાત્રોએ આપ્યો અવાજ

અજય દેવગને ફિલ્મ 'કરાટે કિડ લિજેન્ડ'માં જેકી ચાનના પાત્ર મિસ્ટર હાનને પોતાનો અવાજ આપ્યો છે. જ્યારે યુગ દેવગને લી ફોંગને પોતાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મની સ્ટોરી એક બાળકના કરાટે ચેમ્પિયન બનવાની છે. આ ફિલ્મમાં કરાટે ચેમ્પિયન બનવા પાછળનો ઈમોશનલ એન્ગલ પણ શામેલ છે. હોલીવુડ ફિલ્મ 'કરાટે કિડ લિજેન્ડ' 30 મે, 2025 ના રોજ વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થશે.


  • Follow us on: