દીપિકા પાદુકોણે ફિલ્મ 'સ્પિરિટ'માં કામ કરવા માટે નિર્દેશક સામે કેટલીક માંગ મુકી હતી. જે બાદમાં વિવાદનું કારણ બની હતી. વિવાદ વધુ વકરતા દીપિકાએ આ ફિલ્મને છોડી દીધી છે. જેને લઇને હવે વિવિધ કલાકાર દીપિકાનું સમર્થન કરી રહ્યા છે. અગાઉ તમન્ના ભાટિયાએ સમર્થન જાહેર કર્યુ હતુ. તો હવે અજય દેવગન પણ દીપિકાના સુરમાં સુર પુરાવી રહ્યા છે. ફિલ્મ 'સ્પિરિટ'ના નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. અને હવે આ ફિલ્મમાં દીપિકાના સ્થાને તૃપ્તિ ડિમરી પોતાની જગ્યા બનાવી છે.


ફિલ્મ 'સ્પિરિટ'નો વિવાદ વકર્યો

અજય દેવગને દીપિકાનું નામ લીધા વિના તેનું સમર્થન કર્યું હતુ. વાસ્તવમાં, દીપિકાએ સંદીપ રેડ્ડી વાંગા સામે જે શરત મૂકી હતી તેમાંની એક શરત એ હતી કે તે ફક્ત 8 કલાકની શિફ્ટમાં કામ કરશે. એવું કહેવામાં આવ્યું હતું કે તેણે આ શરત એટલા માટે મૂકી હતી કારણ કે તેની પુત્રી ફક્ત 8 મહિનાની છે. જેના કારણે તેને આ ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. તો આ તરફ, કાજોલને પૂછવામાં આવ્યું કે જ્યારે તેણીએ 'માય નેમ ઇઝ ખાન'માં કામ કર્યું હતું, ત્યારે તેની પુત્રી ન્યાસા તે સમયે માત્ર એક વર્ષની હતી. હવે, માતા બનતી અભિનેત્રીઓ 8 કલાકની શિફ્ટ માંગે છે? આ વિશે તમારો શું વિચાર છે? આ પ્રશ્ન દરમિયાન કાજોલના બદલે અજયે આગળ આવીને જવાબ આપ્યો હતો. અજયે કહ્યું, "દરેક વ્યક્તિ એવું નથી માનતો કે આ બિનજરૂરી માંગ છે. કોઈ સમજદાર ફિલ્મ નિર્માતા એવું વિચારતો નથી. ફક્ત અભિનેત્રીઓ જ નહીં પરંતુ કલાકારો પણ 8 કલાકની શિફ્ટમાં કામ કરે છે."

દીપિકા પાદુકોણે બીજું શું માંગ્યું હતું?

દીપિકાએ 8 કલાકની શિફ્ટ સિવાય, 'સ્પિરિટ' માટે 20 કરોડ રૂપિયાની ફી માંગી હતી. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું હતું કે ફી ઉપરાંત, તે નફામાં હિસ્સો પણ માંગી રહી હતી. આ માંગણીઓથી પરેશાન થઈને, સંદીપે તેને છોડી દીધી અને તૃપ્તિ ડિમરીને કાસ્ટ કરી છે. 

  • Follow us on: