સાઉથ એક્ટર અજિત કુમાર આગામી રેસિંગ ઈવેન્ટ માટે તાલીમ લેતી વખતે અકસ્માતનો ભોગ બન્યા છે. આ અકસ્માત હાઈ સ્પીડ પ્રેક્ટિસ સેશન દરમિયાન થયો, જેમાં તેમની કારને ઘણું નુકસાન થયું હતું. એકટરનો જીવ બચી ગયો અને તે ઠીક છે.


અજિતને મોટરસ્પોર્ટ્સનો ખૂબ શોખ છે. તાજેતરમાં જ તેમની ફિલ્મ 'વિદામુયાર્ચી' રિલીઝ થઈ હતી, જે ખૂબ જ હિટ બની છે અને ફેન્સે તેને ઘણો પ્રેમ આપ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. પરંતુ અજિતનો અકસ્માત તેના ફેન્સ માટે સારા સમાચાર નથી.

એસ્ટોરિલમાં એક મોટી મોટરસ્પોર્ટ્સ રેસિંગ ઈવેન્ટ પહેલા અજિત કુમાર પોર્ટુગલમાં હતો. ત્યાં જ તે તાલીમ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યો. સ્પિરિટ ચેલેન્જ માટે એસ્ટોરિયલ ટ્રેક પર તાલીમ સત્ર દરમિયાન એક્ટરનો અકસ્માત થયો. પરંતુ તેને બચાવી લેવામાં આવ્યો હતો અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે, પરંતુ અજિત કુમારની કારને નુકસાન થયું છે.

રેસિંગ ટ્રેક પર અજિત કુમાર અકસ્માતનો બન્યો ભોગ

આ અકસ્માત પછી, અજિત કુમારે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેના વિશે વાત કરી અને તેને માત્ર એક નાનો અકસ્માત ગણાવ્યો. તેને બધાનો આભાર માન્યો અને કહ્યું કે તે સુરક્ષિત છે. તેને ફેન્સનો તેમના પ્રેમ અને સમર્થન બદલ આભાર માન્યો. એક્ટરે કહ્યું, “આપણે ફરીથી સારો સમય પસાર કરી રહ્યા છીએ, પરંતુ અમારો એક નાનો અકસ્માત થયો પણ કોઈને કંઈ થયું નહીં. આપણે ફરી કાર રેસ જીતીશું. આ અકસ્માત દરમિયાન મને સપોર્ટ આપનારા અને બચાવનારા અમારા મિત્રોનો અમે આભાર માનવા માંગીએ છીએ. તે બધાનો આભાર.”

અજિત કુમાર પણ એક મહિના પહેલા બન્યો અકસ્માતનો ભોગ

અજિત કુમાર ભલે તેને નાનો અકસ્માત કહી રહ્યા હોય પરંતુ એક મહિના પહેલા પણ તેઓ આવી જ રીતે અકસ્માતનો ભોગ બન્યો હતો. 8 જાન્યુઆરીની આસપાસ, અજિત કુમાર આગામી રેસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા દુબઈ ગયો. અહીં તે ખૂબ જ ઝડપે કાર ચલાવી રહ્યો હતો અને તે જ ક્ષણે તેણે કાર પરનો કાબુ ગુમાવ્યો અને તેની કાર ક્રેશ થઈ ગઈ. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમની કાર ટ્રેક સેફ્ટી બેરિયર સાથે અથડાયા બાદ ફરતી જોવા મળી હતી. આ અકસ્માતમાં તેમની પોર્શ 992 કારને ભારે નુકસાન થયું હતું. પરંતુ આ અકસ્માતમાં એક્ટર પણ માંડ માંડ બચી ગયા.


  • Follow us on: