• કિયારા-સિદ્ધાર્થના રિસેપ્શનમાં સેલેબ્સનો જમાવડો
  • મલ્ટીકલક થ્રેડ એમ્બ્રોડરીથી સજ્જ સાડીમાં આવી શ્લોકા
  • હીરા પન્નાની જ્વેલરીના કારણે શ્લોકા અંબાણી રહી ચર્ચામાં

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ મુંબઈમાં તેમના લગ્નની રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સે હાજરી આપી હતી. જો કે, જ્યારે આ તમામ બી-ટાઉન સ્ટાર્સની વચ્ચે અંબાણી પરિવારની વહુએ એન્ટ્રી કરી તો બધા તેની સામે જોતા જ રહી ગયા. જો કે કિયારાની આ પાર્ટીમાં તેની ખાસ મિત્ર ઈશા અંબાણીને જોવા માટે લોકો પણ આતુર હતા, પરંતુ તે જોવા ન મળી. પરંતુ પાર્ટીમાં તેની ભાભીએ રંગ રાખ્યો. શ્લોકા મહેતા સાથે આકાશ અંબાણી ટ્રેડિશનલ લૂકમાં હાઇ સિક્યોરિટી વચ્ચે ફંક્શનમાં પહોંચ્યા હતા, જેમાં તેમની સુંદરતા નજરે ચડી રહી હતી. શ્લોકાની સાડી કરતાં તેની વીંટી કંઈક અલગ જ લૂક આપી રહી હતી.

આકાશ અંબાણી સાથે શ્લોકા મહેતા પહોંચી

મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી પત્ની શ્લોકા મહેતાનો હાથ પકડીને સિદ્ધાર્થ અને કિયારાના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. જ્યાં બંને એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરતા જોવા મળ્યા હતા. આકાશ અંબાણી બ્લેક સૂટમાં આવ્યો હતો, તો શ્લોકા બ્લેક સાડીમાં જોવા મળી હતી. સુંદર શિફોન સાડી પર મલ્ટીકલર થ્રેડ એમ્બ્રોઇડરી જોવા મળી હતી. ફૂલો પર વિવિધ રંગના દોરાઓથી સુંદર રીતે ભરતકામ કરવામાં આવ્યું હતું, જેમાં વાદળી, લાલ, નારંગી, ગુલાબી, પીળો, સોનેરી જેવા રંગોનો સમાવેશ થાય છે. આ એમ્બ્રોઇડરીથી શણગારેલી પહોળી પટ્ટીને બોર્ડર પર લગાવવામાં આવી હતી અને તે એક ગોર્જિયસ લૂક આપી રહ્યા હતા. શ્લોકાએ સાડી સાથે જે બ્લાઉઝ કેરી કર્યો હતો તેમાં બેલ સ્લીવ્સ હતી, જેના પર મેચિંગ થ્રેડ એમ્બ્રોઇડરી દેખાતી હતી.

શ્લોકાની હીરા અને પન્નાની જ્વેલરી બની આકર્ષણ

જ્યાં શ્લોકાની આ આકર્ષક સાડી ખૂબ જ સુંદર લાગી રહી હતી, ત્યારે હીરા અને પન્નાની જ્વેલરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણીએ તેના હાથ પર પન્ના ટીયર-ડ્રોપ સ્ટેટમેન્ટ રીંગ પહેરી હતી. જેની પરથી કોઈ પણ વ્યક્તિની નજર હટી રહી ન હતી. આ સાથે જ કાનમાં હીરા-પન્નાથી શણગારેલી ઈયરિંગ પહેરવામાં આવી હતી, મેચિંગ બ્રેસલેટ અને હાથમાં બ્રેસલેટ પહેર્યા હતા. પાર્ટીમાં શ્લોકાની એન્ટ્રી થતાં જ તેની મોંઘી એક્સેસરીઝે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તે સામાન્ય લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળમાં સ્ટનિંગ લૂક આપી રહી હતી. 

  • Follow us on: