બોલીવુડ એક્ટર અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, જેકલીન ફર્નાન્ડીઝ, સોનમ બાજવા, અને નરગીસ ફખરી સહિત 19 કલાકારોથી બનેલી આ ફિલ્મ થિયેટરમાં 6 જૂને રિલીઝ થવાની છે. આની વચ્ચે 1 જૂનમાં પુણેમાં આ ઈવેન્ટ રાખવામાં આવ્યો હતો.


બધા એક્ટર પુણેના એક મોલમાં પહોંચ્યા હતા. જ્યાં કલાકારોને જોવા માટે ભીડ ઉમટી પડી હતી. ત્યાં એવી અફરા-તફરી મચી ગઈ કે અક્ષય કુમારે હાથ જોડીને ધક્કા-મુક્કી ના કરવા અપીલ કરવી પડી.

સ્ટારકાસ્ટને જોવા ભીડ થઈ બેકાબૂ

સેલિબ્રિટી ફેન પેજ પર વીડિયો શેર કર્યા હતા, તેમા જોઈ શકાય છે કે હાઉસફુલ 5ની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશન માટે મોલ પહોંચી હતી.અક્ષય કુમાર સહિત બીજા 19 કલાકારો સ્ટેજ પર આયા તો તેમને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. અને આખો મોલ ફેન્સથી ગીચોગીચ ભરાય ગયો.


મહિલા પ્રશંસકો લાગી રડવા

વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરીઓ અને મહિલાઓ ભીડમાં રડતી હોય તેવું દેખાય રહ્યું છે. ઘણા લોકો આ ભીડમાં ફસાય ગયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, ભીડમાં એક નાની બાળકી પોતાના પરિવારથી અલગ થઈ ગઈ હતી અને ભીડમાં ખોવાઈ ગઈ હતી. ત્યારબાદ કે છોકરીને સ્ટેજ પર લાવવામાં આવે છે અને જેકલીન ફર્નાન્ડીઝ તેનું ધ્યાન રાખે છે તેનું વીડિયોમાં દેખાય રહ્યું છે.

અક્ષય કુમારે કરી ખાસ અપીલ

મોલની ભીડને બેકાબૂ જોઈ અક્ષય કુમારને હાથ જોડીને ફેન્સને અપીલ કરવી પડી. આ વીડિયોમાં તે હાથ જોડીને કહે છે, હું તમને હાથ જોડી કહું છું કે અહીંયા મહિલાઓ અને નાન બાળકો છે. ધક્કા મુક્કીના કરો અને શાંતિ જાળવો. અને તે દરમિયાન જેકલીન ફર્નાન્ડીઝ, સોનમ બાજવા અને નરગીસ ફખરી સહિત અન્ય સ્ટાર્સ પણ મુશકેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારપછી થોડા સમય બાદ ભીડને નિયંત્રિત કરવામાં આવી. અને ઈવેન્ટ પૂરો કરવામાં આવ્યો.


  • Follow us on: