- 'OMG-2'ને સેન્સર બોર્ડે એ ગ્રેડ સર્ટિફિકેટ આપી દીધું
- 'OMG-2' વિવાદ વચ્ચે પણ કમાણી કરતી ફિલ્મ બની
- ડ્રામા, ડાયલોગબાજી, કોમેડીનો ત્રિવેણી સંગમ જોવા મળશે
અક્ષય કુમારની ફિલ્મ 'OMG-2'ને સેન્સર બોર્ડે એ ગ્રેડ સર્ટિફિકેટ આપી દીધું છે. આ મુદ્દે જ્યારે અક્ષય સાથે કેટલાક પ્રશ્નો કરવામાં આવ્યા એ સમયે તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મને તો સ્કૂલમાં બતાવવી જોઈએ. 'OMG-2' ફિલ્મને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. સમગ્ર ફિલ્મમાં સેક્સ એજ્યુકેશનનો મુદ્દો મુખ્ય રહ્યો છે. ડ્રામા, ડાયલોગબાજી, કોમેડી તમામ વસ્તુઓને એક ફિલ્મમાં આવરી લેવામાં આવી છે. અગાઉની કેટલીક ફિલ્મ ફ્લોપ રહ્યા બાદ 'OMG-2'અક્ષય કુમારની સફળ ફિલ્મોમાં ઉમેરાઈ ચૂકી છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
અક્ષય કુમારે એવું કહ્યું હતું કે, સેન્સર બોર્ડે આ ફિલ્મને એ ગ્રેડ આપ્યો છે. પણ હું એવું ઈચ્છુ છું કે, આ ફિલ્મને સ્કૂલમાં દેખાડવામાં આવે. અક્ષયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલી એવી એડલ્ટ ફિલ્મ છે જે ટીનેજર્સ માટે બની છે. તેથી આ દરેક સ્કૂલમાં બતાવવી જોઈએ. જ્યારે ફિલ્મ પૂરી થઈ ગઈ હતી એ સમયે પંકજ ત્રિપાઠી અને અક્ષય કુમાર લોકો સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા હતા. અક્ષયે એ ગ્રેડ સર્ટિફિકેટને લઈને નારાજગી વ્યક્ત કરી છે.
શિવના રોલમાં અક્ષય
અક્ષય કુમાર આ ફિલ્મમાં શિવના પાત્રમાં જોવા મળશે. પંકજ ત્રિપાઠીની મદદ કરવા માટે તે શિવનો રોલ પ્લે કરી રહ્યો છે. સેક્સ એજ્યુકેશનનો મુદ્દો એવો ઉછળે છે કે, મામલો કોર્ટ સુધી પહોંચી જાય છે. ફિલ્મમાં એક સીન તો એવો છે કે, અક્ષય કુમાર ગદર ફિલ્મનું ગીત ગાઈ રહ્યો છે કે, ઘર આજા પરદેશી...કે તેરી મેરી ઈક જિંદડી....ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આ ફિલ્મે 25.65 કરોડની કમાણી કરી દીધી છે. ઘણા દર્શકો આ ફિલ્મને લઈને પોઝિટિવ કોમેન્ટ કરી રહ્યા છે. ફિલ્મમાંથી એક સરસ મેસેજ મળી રહ્યો છે. પહેલા દિવસે 'OMG-2'એ ભલે સારી કમાણી ન કરી હોય પણ વીકએન્ડ ફિલ્મ દોડી હતી. હજું પણ ફિલ્મ સારી એવી કમાણી કરશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.