આમિર ખાન છેલ્લા ઘણા સમયથી તેની આગામી ફિલ્મ સિતારા જમીન પરને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આવતા મહિને સિનેમાઘરોમાં આવશે. જોકે, આ ફિલ્મ સિવાય, લાહોર 1947 પણ ચર્ચામાં રહી છે. પરંતુ હવે અભિનેતાનું નામ એક નવા પ્રોજેક્ટ સાથે જોડાઈ રહ્યું છે. જોકે, તેમનું નામ ભારતીય સિનેમાના એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સાથે જોડાયેલું છે, જેમની સાથે તેમણે અગાઉ પણ ફિલ્મો કરી છે.


20 જૂને, આમિર ખાન તેની ફિલ્મ સિતારા જમીન સાથે સિનેમાઘરોમાં જોવા મળશે. લોકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે આ ફિલ્મનો પહેલો ભાગ પણ ખૂબ પસંદ આવ્યો હતો. જોકે, ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ અભિનેતાની બીજી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાની સાથે હશે. આ બંને અગાઉ બ્લોકબસ્ટર ફિલ્મો પીકે અને 3 ઇડિયટ્સમાં સાથે જોવા મળ્યા છે.

આ ફિલ્મ 2027માં રિલીઝ થશે

પીકે અને 3 ઇડિયટ્સની વાત કરીએ તો, બંને ફિલ્મોએ મળીને 1000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમિર ખાન અને રાકુમાર દાદાસાહેબ ફાળકેની બાયોપિક પર સાથે કામ કરવા માટે તૈયાર છે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. દાદાસાહેબ ફાળકેને ભારતીય સિનેમાના પિતા કહેવામાં આવે છે, તેમના પર બની રહેલી બાયોપિક તેમની 157મી જન્મજયંતિ પર, જે 30 એપ્રિલ, 2027ના રોજ છે, રિલીઝ થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું પ્રી-પ્રોડક્શન આ વર્ષે ઓક્ટોબર સુધીમાં શરૂ થશે.

અલગ લૂકમાં દેખાશે આમિર ખાન

સૂત્રના જણાવ્યા મુજબ, આ ફિલ્મ માટે આમિર ખાન સંપૂર્ણપણે અલગ જોવા મળશે. દાદાસાહેબ ફાળકેના પરિવારે પણ આ પ્રોજેક્ટ માટે સંમતિ આપી છે. અત્યાર સુધી રાજકુમાર હિરાની અને આમિર ખાન બંને આ ફિલ્મ સાથે જોડાયેલી બાબતોની તપાસ કરી રહ્યા હતા. આમિર ખાને કહ્યું અમે એક એવી ફિલ્મ બનાવવા માંગીએ છીએ જે જીવનમાં એકવાર જોવા મળે તેવો અનુભવ હોય જે ફક્ત ફાળકેના જીવનની ઉજવણી જ નહીં કરે પરંતુ ભારતીય સિનેમાના નિર્માણને પણ પ્રદર્શિત કરશે.


  • Follow us on: