અજય દેવગણની 'રેડ 2' ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ આપી રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વિક્કી કૌશલની છાવા બાદ વધુ એક બિગ બ્લોક બસ્ટર ફિલ્મ મળી છે. ફિલ્મ રિલીઝ થયાના પંદર દિવસ થયા બાદ હજુ પણ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી છે. 'રેડ 2'ફિલ્મે અગાઉ અનેક મોટા બજેટની હિન્દી ફિલ્મોને ટક્કર આપી આગળ નીકળી રહી છે અને હવે તેની ટક્કર હોલીવુડની ફિલ્મ 'મિશન ઇમ્પોસિબલ'સાથે છે. હોલીવુડ હિરો ટોમ ક્રૂઝનો ભારતમાં બહોળો ચાહક વર્ગ છે. આ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ દર્શકો તેની આતુરતાથી રાહ જોતા હતા અને ભારતમાં રિલીઝ સાથે જ 'મિશન ઇમ્પોસિબલ' બમ્પર કમાણી કરી રહી છે.
અજય અને ટોમ ક્રૂઝ વચ્ચે જંગ
બોક્સ ઓફિસ પર દર્શકો માટે અત્યારે જોરદાર મસાલો છે. દર્શકોને 'મિશન ઇમ્પોસિબલ' અને 'જાટ' જેવી એકશન ફિલ્મ, રાષ્ટ્રપ્રેમ દર્શાવતી 'કેસરી-2' ફિલ્મ તો જોરદાર સ્ક્રીપ્ટ ધરાવતી ''રેડ 2'ફિલ્મ જેમાં કાળા નાળા પર કેવી રીતે રેડ પડે છે તે બહુ સચોટ રીતે દર્શાવવામાં આવ્યું છે. દર્શકોની જુદા-જુદા પ્રકારની ફિલ્મો બોક્સ ઓફિસ પર આવતા તેમના આનંદ બમણો થયો છે.મહત્વનું છે કે અત્યારે બોક્સ ઓફિસ પર બિગ સ્ટારની ફિલ્મો છે અને પોતાના ફેવરિટ હિરોની સાથે સારા ડ્રામા ધરાવતી ફિલ્મો જોઈ મનોરંજન મેળવી રહ્યા છે.
મિશન ઇમ્પોસિબલે બાજી મારી
બોક્સ ઓફિસની વાત કરીએ તો અત્યારે ટોમ ક્રૂઝની 'મિશન ઇમ્પોસિબલ - ધ ફાઇનલ રેકનિંગ' ધૂમ મચાવી રહી છે અને તેને ટકકર આપી રહી છે અજય દેવગણની 'રેડ 2'ફિલ્મ. એટલે જ્યારે કોઈને ફિલ્મ જોવાની ઇચ્છા થાય અને એક સમયે 'મિશન ઇમ્પોસિબલ'ની ટિકિટ ના મળે તો તેઓ જરૂર અજયની 'રેડ 2' ફિલ્મ જોવાનું પસંદ કરશે. મિશન ઇમ્પોસિબલ 8 ના પહેલા ત્રણ દિવસ જોતાં, એવું કહી શકાય કે ફરી એકવાર લોકો ટોમ ક્રૂઝનો એક્શન અવતાર પસંદ કરી રહ્યા છે. 'મિશન ઇમ્પોસિબલ'ની શ્રેણી ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. એટલા માટે આ ફિલ્મ અમેરિકા પહેલા ભારતમાં રિલીઝ થઈ છે.
રેઇડ 2નું જોરદાર કલેકશન
અજય દેવગનની 'રેઇડ 2' બે હોલીવુડ ફિલ્મો વચ્ચે ધીમે ધીમે આગળ વધી રહી છે. રેડ 2 એ તેના ત્રીજા સોમવારે, રિલીઝના 19મા દિવસે 2.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. જ્યારે ત્રીજા રવિવારે ફિલ્મની કમાણી 5.65 કરોડ રૂપિયા હતી. આ સપ્તાહના કલેક્શન સાથે, 'રેડ 2' એ બોક્સ ઓફિસ પર 150 કરોડનો આંકડો પાર કરી લીધો છે. હવે 18 દિવસમાં આ ફિલ્મનું કુલ કલેક્શન 153 કરોડ રૂપિયાને વટાવી ગયું છે. આ ફિલ્મ સાથે, અજયે બોક્સ ઓફિસ પર એક નવો સીમાચિહ્ન સ્થાપિત કરવાનું શરૂ કર્યું છે.