અજય દેવગણની ' રેડ 2' બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. ' રેડ 2' ફિલ્મે અક્ષયની કેસરી-2 અને સની દેઓલની જાટ ફિલ્મને ટક્કર આપતા બે દિવસમાં બોક્સ ઓફિસ પર સારું કલેકશન કર્યું. પરંતુ બોક્સ ઓફિસ પર અજયની ' રેડ 2' ફિલ્મને સાઉથ અભિનેતાની રેટ્રો ફિલ્મ ટકકર આપી રહી છે. દક્ષિણ સિનેમાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ રેટ્રો સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારથી ધૂમ મચાવી રહી છે. પહેલા દિવસે Raid 2 ને જોરદાર ટક્કર આપ્યા બાદ, ફિલ્મ શુક્રવારે પણ શાનદાર બિઝનેસ કરી રહી છે. 


અજય દેવગણની ફિલ્મ 'રેડ 2'નું કલેકશન

'રેડ 2' ફિલ્મે બે દિવસમાં જબરદસ્ત કમાણી કરી છે. ફિલ્મનો ટ્રેન્ડ જોતા આ સપ્તાહના અંતમાં બોક્સ ઓફિસ પર વધુ  સારી કમાણી કરે તેવી અપેક્ષા છે. 'રેડ 2' એ પહેલા દિવસે એડવાન્સ બુકિંગને કારણે 19.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, પરંતુ બીજા દિવસે પણ સારી કમાણી કરી હતી. શુક્રવારે ફિલ્મે 11.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે . એટલે કે માત્ર બે દિવસમાં આ ફિલ્મનું કલેક્શન 31 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે . લગભગ 48 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે પહેલા દિવસે વિશ્વભરમાં લગભગ 25.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને બીજા દિવસે, ફિલ્મે વિશ્વભરમાં લગભગ 40 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરતા એ સ્પષ્ટ છે કે આ સપ્તાહના અંતે ફિલ્મ તેના બજેટ કરતાં ઘણી આગળ નીકળી જશે.

સૂર્યાની ફિલ્મ 'રેટ્રો'નું કલેકશન

તમિલ સિનેમાની એક્શન ડ્રામા ફિલ્મ 'રેટ્રો'એ પહેલા દિવસે 19.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે બીજા દિવસે રાત્રે 10:20 વાગ્યા સુધી ફિલ્મે 7.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનું કુલ કલેક્શન 26.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. રેટ્રોનું બજેટ 60 કરોડ રૂપિયા છે અને ફિલ્મે પહેલા દિવસે વિશ્વભરમાં 32.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો આપણે આજની સ્થાનિક કમાણીને આમાં ઉમેરીએ તો તે 39.75 કરોડ રૂપિયા થશે. હવે જો આપણે બજેટ અને કમાણી વચ્ચેની ટકાવારીની ગણતરી કરીએ તો તે 65 ટકા સુધી પહોંચે છે. 1 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલ રેટ્રો ફિલ્મમાં સૂર્યા ઉપરાંત પૂજા હેગડે, જયરામ, શ્રિયા સરન, પ્રકાશ રાજ અને નાસર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં પૂજા હેગડેના એક ગીતે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી. ફિલ્મને સારી શરૂઆત મળતા પૂજા હેગડે ફરી ફિલ્મોમાં પોતાનું સ્થાન મજબૂત કરી શકશે.

બોક્સ ઓફિસ પર અત્યારે મોટા બજેટની ફિલ્મોની ભરમાર છે. ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મોની ટક્કર આપી રહી છે.  એક તરફ જ્યાં સની દેઓલની 'જાટ' ઘણા અઠવાડિયાથી સિનેમાઘરોમાં ચાલી રહી છે, ત્યાં બીજી તરફ 'રેડ-2' અને 'રેટ્રો' જેવી ફિલ્મોએ નવી એન્ટ્રી કરી છે. અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી ચેપ્ટર-2' પણ બોક્સ ઓફિસ પર ચાહકોને પ્રભાવિત કરવામાં સફળ રહી છે. પરંતુ કમાણીની દ્રષ્ટિએ અત્યારે અજયની રેડ-2 અને સૂર્યાની રેટ્રો વચ્ચે કટ્ટર સ્પર્ધા જોવા મળી રહી છે.



  • Follow us on: