સલમાન ખાનની ફિલ્મ "સિકંદર" બોક્સ ઓફિસ પર મરણ પથારીએ પડી હોય તેમ લાગી રહ્યુ છે. આ ફિલ્મને હવે વધુ પડતુ કલેક્શન કરવા માટે પણ પસીના છુટી રહ્યા છે. દર્શકોએ આ ફિલ્મને નકારી કાઢી છે. ફિલ્મ રિલીઝ થયાને માત્ર 10 દિવસ જ થયા છે. પણ તેનું કલેક્શન સલમાન ખાનના સ્ટારડમને હાનિ પહોંચાડે તેવું છે. 10 દિવસમાં આ ફિલ્મની કમાણીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઇદ પર રિલીઝ થયેલી ફિલ્મ "સિકંદર" તેના ચર્ચા પ્રમાણે કમાણી કરી શકી નથી.


ફિલ્મ "સિકંદર"ની 10 દિવસની કમાણી

એ.આર.મુરુગાદોસની ફિલ્મ "સિકંદર" 30 માર્ચના રોજ રિલીઝ થઇ હતી. સલમાન ખાન, રશ્મિકા મંદાના આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ, સંગીતકાર, એક્શન સિકવન્સ આ તમામ બાબતો ફિલ્મ રિલીઝ અગાઉથી જ ચર્ચામાં હતી. પરંતુ જેવી ફિલ્મ "સિકંદર"એ સિનેમાઘરોમાં આવી તે દિવસથી તેની કમાણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સાઉથના સ્ટાર નિર્દેશકે ફિલ્મ "સિકંદર" બનાવી છે. પરંતુ તે દર્શકો પર જાદુ ચલાવવામાં નિષ્ફળ રહી છે. ફિલ્મ "સિકંદર"એ પ્રથમ અઠવાડિયે 90.25 કરોડની કમાણી કરી હતી. તો છઠ્ઠા દિવસે 3.5 કરોડ રૂપિયા કમાવ્યા હતા. 7માં દિવસે 4 કરોડ રૂપિયા, આઠમાં દિવસે 4.75 કરોડ રૂપિયા, 9માં દિવસે 1.75 કરોડ રૂપિયા કમાવ્યા હતા. 10માં દિવસે ફિલ્મ "સિકંદર"એ 1.35 કરોડની જ કમાણી કરી છે. આમ, ફિલ્મ "સિકંદર"ની કુલ કમાણી 105.60 કરોડ રૂપિયા છે.

ફિલ્મ "સિકંદર" પર ફ્લોપનો થપ્પો?

ફિલ્મ "સિકંદર"ની બોક્સ ઓફિસની કમાણી નિરાશાજનક રહી છે. 10માં દિવસે જ ફિલ્મ મૃતપાયે જોવા મળી છે. ભારે મહેનત બાદ ફિલ્મ "સિકંદર" એ 100 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. સલમાન ખાન હોવા છતા આ ફિલ્મ 200 કરોડ કમાવવા માટે ફાંફાં મારી રહી છે. જે રીતે ફિલ્મની ચર્ચા જગાવવામાં આવી હતી તે મુજબની ફિલ્મ થિયેટરોમાં દર્શકોને જોવા મળી નથી. ફિલ્મનું સંગીત, તેના ગીત, અભિનય, પટકથા તમામ રીતે આ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ છે. 

  • Follow us on: