સલમાન ખાન અને રશ્મિકા મંદાના અભિનીત ફિલ્મ 'સિકંદર' 2025 ની બહુપ્રતિક્ષિત ફિલ્મ હતી. એ.આર.મુરુગાદોસ દ્વારા દિગ્દર્શિત આ એક્શન થ્રિલર ફિલ્મે રિલીઝ પહેલા ઘણી ચર્ચા જગાવી હતી. પરંતુ થિયેટરોમાં આવ્યા પછી, તે દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી. ફિલ્મની કમાણીમાં શરૂઆતના ત્રણ દિવસ પછી ભારે ઘટાડો જોવા મળ્યો. જોકે, સપ્તાહના અંતે 'સિકંદર'ની કમાણીમાં થોડો વધારો થયો છે.


ફિલ્મે 100 કરોડનો આંકડો કર્યો પાર

સલમાન ખાનની 'સિકંદર' એ 8મા દિવસે કમાલ કરી છે. સિકંદર 100 કરોડની ફિલ્મ બની છે. હવે બજેટ રિકવર થવામાં થોડી હજુ વધુ મહેનતની જરુર છે. સલમાન ખાનની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ સિકંદર અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગઈ છે. આ એક્શન ડ્રામાને દર્શકો તરફથી નકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને તેને થિયેટરોમાં સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી છે. નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત, 'સિકંદર' થિયેટરોમાં રિલીઝ થઈ ત્યારથી બોક્સ ઓફિસ પર સંઘર્ષ કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને 8 દિવસ થઈ ગયા છે. અને તે હજુ પણ તેનું બજેટ વસૂલવાથી દૂર છે. 'સિકંદર' એ 26 કરોડ રૂપિયાથી ખાતું ખોલાવ્યું હતું. બાદમાં તેણે પહેલા અઠવાડિયામાં 90.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અને છઠ્ઠા દિવસે ફિલ્મનું કલેક્શન 3.5 કરોડ રૂપિયા હતું. સાતમા દિવસે 'સિકંદર' ની કમાણીમાં 14.29 ટકાનો વધારો થયો અને તેણે 4 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ફિલ્મની રિલીઝના 8મા દિવસે એટલે કે બીજા રવિવારે કમાણીના શરૂઆતના આંકડા પર નજર કરીએ તો, 8મા દિવસે 4.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે, 'સિકંદર' ની 8 દિવસમાં કુલ કમાણી હવે 102.25 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

'સિકંદર' તેનું બજેટ પાછું મેળવવાથી કેટલું દૂર છે?

'સિકંદર' એ 8મા દિવસે 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. જો કે, આ ફિલ્મ હજુ પણ તેનું બજેટ વસૂલવાથી ઘણી દૂર છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનો ખર્ચ 200 કરોડ રૂપિયા છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર જે રીતે ખરાબ પ્રદર્શન કરી રહી છે તે જોઈને, તેનું બજેટ પાછું મેળવવું મુશ્કેલ લાગે છે. હવે ટૂંક સમયમાં સની દેઓલની જાટ અને અક્ષય કુમારની કેસરી-2 પણ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ બે ફિલ્મો રિલીઝ થયા પછી 'સિકંદર' માટે બોક્સ ઓફિસ પર ટકી રહેવું મુશ્કેલ બનશે. 

  • Follow us on: