ફિલ્મ "છાવા"એ 50 દિવસની શાનદાર સફર પૂર્ણ કરી છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે જોરદાર કમાણી છે. અને મેગા બજેટની તમામ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. જો આ રીતે કમાણીનો દૌર યથાવત રહેશે તો આગામી 4 ફિલ્મોના રેકોર્ડ પણ તૂટતા વાર નહી લાગે. આ યાદીમાં રણબીર કપૂરની ફિલ્મ "એનિમલ", શાહરૂખ ખાનની "જવાન-પઠાણ" અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ "સ્ત્રી 2" અને અલ્લુ અર્જુનની "પુષ્પા 2" જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.


ફિલ્મ "છાવા"નું બોક્સ ઓફિસ કલેક્શન

વિક્કી કૌશલની ફિલ્મે આખરે બોક્સ ઓફિસ પર 50 દિવસ પૂર્ણ કર્યા છે. છેલ્લા 2-3 વર્ષની ફિલ્મો પર નજર કરીએ તો, આ યાદીમાં રણબીર કપૂરની ફિલ્મ "એનિમલ", શાહરૂખ ખાનની "જવાન-પઠાણ" અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ "સ્ત્રી 2" અને અલ્લુ અર્જુનની "પુષ્પા 2" જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. કે જેણે તગડી કમાણી કરી હોય. પરંતુ ફિલ્મ "છાવા" કમાણીના સંદર્ભમાં પાછળ જવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સલમાન ખાનની સિકંદર અને મોહનલાલની L2 એમ્પુરાણ રિલીઝ થઈ ગઈ છે. ત્યારે પણ આ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે.

કરોડોની કમાણીનો રેકોર્ડ

જો આપણે ફિલ્મની કમાણી સંબંધિત સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, 7 અઠવાડિયામાં, એટલે કે ગઈકાલ સુધીમાં, ફિલ્મે ફક્ત હિન્દી ભાષામાંથી 594 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 3 અઠવાડિયામાં તેલુગુ ભાષામાં ફિલ્મની કમાણી 15.87 કરોડ રૂપિયા હતી. એટલે કે, 7 અઠવાડિયામાં ફિલ્મે બંને ભાષાઓમાં સંયુક્ત રીતે 609.87 કરોડ રૂપિયાની કમાણી કરી. આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ફિલ્મે 8 લાખ રૂપિયાની કમાણી કરી છે અને આમ અત્યાર સુધી ફિલ્મની કુલ કમાણી 609.95 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ આંકડા અંતિમ નથી. આમાં ફેરફાર થઈ શકે છે.

ફિલ્મ "છાવા" કયા રેકોર્ડ તોડશે?

જો આપણે છેલ્લા 2-3 વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મો પર નજર કરીએ તો, એનિમલે 50મા દિવસે 7 લાખની કમાણી કરી હતી. જવાને 15 લાખ રૂપિયા અને પઠાણે 25 લાખ રૂપિયા કમાવ્યા હતા. 50મા દિવસે સ્ત્રી-2ની કમાણી 50 લાખ હતી અને પુષ્પાના હિન્દી વર્ઝનની તે જ દિવસે કમાણી 38 લાખ હતી.

ફિલ્મ "છાવા"ની સ્ટાર કાસ્ટ

આ ફિલ્મમાં વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાના ઉપરાંત અક્ષય ખન્ના પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ઉપરાંત ડાયના પેન્ટી, આશુતોષ રાણા અને વિનીત કુમાર સિંહ પણ સહાયક ભૂમિકામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે. 130 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે.

  • Follow us on: