ફિલ્મ "છાવા" હજુ પણ રોકાવા તૈયાર નથી, 40માં દિવસે પણ આ ફિલ્મે કરોડોનો બિઝનેસ કર્યો છે. તે 'સ્ત્રી 2' ને હરાવવાથી બસ થોડી દૂર છે. વિકી કૌશલની ફિલ્મ "છાવા"એ ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ ફક્ત વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ જ નથી બની પરંતુ તેણે ઘણી મોટી ફિલ્મોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. થિયેટરોમાં રિલીઝ થયાના 40 દિવસ પૂર્ણ થયા પછી પણ તેની કમાણીની ગતિ ધીમી પડી નથી અને તે હજુ પણ કરોડોમાં કમાણી કરી રહી છે.


40માં દિવસે પણ કરોડોની કમાણી

વિકી કૌશલની ફિલ્મ 'છાવા' રિલીઝ થયાને 40 દિવસ થઈ ગયા છે. દરમિયાન, આ ફિલ્મે ખૂબ જ કમાણી કરી છે. છઠ્ઠા મંગળવારે પણ ફિલ્મ "છાવા"એ કરોડો રૂપિયાનું કલેક્શન કર્યા છે. ફિલ્મ "છાવા" 14 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારથી આ ફિલ્મ બોક્સ ઓફિસનો રાજા બની રહી છે. છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. જેના કારણે 130 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ખૂબ જ કમાણી કરી છે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મ રિલીઝ થયાને લગભગ દોઢ મહિનો થઈ ગયો છે પરંતુ તે હજુ પણ બોક્સ ઓફિસ પર મજબૂત કમાણી કરી રહી છે. આ દરમિયાન ઘણી નવી ફિલ્મો આવી અને ગઈ પણ તેમાંથી કોઈ પણ 'છાવા'નું સિંહાસન હલાવી શકી નહીં. હવે આ ફિલ્મ રિલીઝના છઠ્ઠા અઠવાડિયામાં છે અને તે હજુ પણ કરોડોની કમાણી કરી રહી છે.

અત્યાર સુધી ફિલ્મે કમાવ્યા કરોડો

ફિલ્મ "છાવા"એ રિલીઝના પહેલા અઠવાડિયામાં 219.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા અઠવાડિયામાં ફિલ્મનું કલેક્શન 180.25 કરોડ રૂપિયા હતું. ત્રીજા અઠવાડિયામાં 'છાવા' એ 84.05 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. આ ફિલ્મે ચોથા અઠવાડિયામાં 55.95 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે પાંચમા અઠવાડિયામાં 'છાવા'નું કલેક્શન ૩૩.૩૫ કરોડ રૂપિયા હતું. આ ફિલ્મે 36માં દિવસે 2.1 કરોડ રૂપિયા અને 37માં દિવસે 3.65 કરોડ રૂપિયાની કમાણી કરી. તો 38માં દિવસે 4.65 કરોડ રૂપિયા અને 39માં દિવસે 1.85 કરોડ રૂપિયાની કમાણી કરી.

હવે ફિલ્મની રિલીઝના 40માં દિવસે થયેલી કમાણીના શરૂઆતના આંકડા આવી ગયા છે. 40મા દિવસે ફિલ્મ "છાવા"એ 1.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે, 40 દિવસમાં 'છાવા' ની કુલ કમાણી હવે 586.35 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ફિલ્મ "છાવા" હવે "સ્ત્રી-2"ને હરાવવાથી કેટલું દૂર ?

લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત 'છાવા' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 'એનિમલ' (553.87 કરોડ), 'પઠાણ' (543.09 કરોડ), 'ગદર 2' (525.7 કરોડ) અને 'બાહુબલી' (421 કરોડ) ના રેકોર્ડ તોડી નાખ્યા છે. જોકે, આ ફિલ્મ 'સ્ત્રી 2' (597.99 કરોડ) ને હરાવી શકી નહીં. 'છાવા'ને 'સ્ત્રી 2'નો રેકોર્ડ તોડવા માટે બીજા 12 કરોડ રૂપિયાની જરૂર છે. હવે સલમાન ખાનની ફિલ્મ સિકંદર 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. સિકંદર વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે, તેથી 'છાવા'ની કમાણી માટે હજુ 4 દિવસ બાકી છે. આ પછી, 'સિકંદર'નું આગમન 'છાવા'નો ખેલ બગાડી શકે છે. આ 'સિકંદર' સાથે સ્પર્ધા કર્યા પછી 'છાવા' સ્ત્રી 2 નો તાજ છીનવી શકશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. 

  • Follow us on: