ફિલ્મ "છાવા" રિલીઝના એક મહિના બાદ પણ કમાણી મામલે બોક્સ ઓફિસ પર રોકાવાનું નામ નથી લઇ રહી. આ ફિલ્મે બોલીવુડની મેગા બજેટની બીગ સુપર સ્ટારની ફિલ્મોનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે. શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, સની દેઓલની ફિલ્મને જોરદાર ટક્કર આપ્યા બાદ હવે ફિલ્મ "છાવા"એ સાઉથની ફિલ્મના સુપર સ્ટાર અને થાલા તરીકે જાણીતા રજનીકાંતની ફિલ્મને પણ જબરદસ્ત પછડાટ આપી છે.


ફિલ્મ "છાવા"ના નવા રેકોર્ડ

વિકી કૌશલની ફિલ્મ "છાવા"ની બોક્સ ઓફિસ પર ગર્જના યથાવત છે. રિલીઝના એક મહિના બાદ પણ થિયેટરોમાં દર્શકોની ભીડ જોવા મળી રહી છે. છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મે રોજ નવા રેકોર્ડ બનાવ્યા છે. અને બિગ બજેટની ફિલ્મના રેકોર્ડ તોડ્યા છે. વર્લ્ડવાઇડ આ ફિલ્મનો જાદુ છવાયેલો જોવા મળી રહ્યો છે. ફિલ્મ "છાવા"એ વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર 750 કરોડનો આંકડો પાર કરી લીધો છે. 30 દિવસની કમાણીની સાથે ફિલ્મે 750.5 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. 31માં દિવસે ભારતમાં 8 કરોડ રૂપિયા અને આ કલેક્શનને જોડવામાં આવે તો ફિલ્મ "છાવા"નો કુલ કલેક્શન 758.5 કરોડ રૂપિયા થઇ ગઇ છે.

વિકી કૌશલની ફિલ્મ "છાવા"એ એક મહિનાની શાનદાર કમાણીની સાથે રજનીકાંતની ફિલ્મનો પણ રેકોર્ડ તોડ્યો છે. સાઉથ સુપરસ્ટારના ખાતામાં વર્લ્ડવાઇડ 10મી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ હતો. રજનીકાંતની વર્ષ 2018માં આવેલી ફિલ્મ 2.0એ દુનિયાભરનો બોક્સ ઓફિસમાં 744.78 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. હવે ફિલ્મ "છાવા"એ આ આંકડો આરામથી પાર કર્યો છે. અને વિશ્વભરમાં 10મી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે.

ફિલ્મ "છાવા"ની કહાની અને સ્ટારકાસ્ટ

લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ "છાવા" છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં વિકી કૌશલ સૌ કોઇને પસંદ પડ્યા છે. તો રશ્મિકા મંદાનાએ તેમના પત્ની યેસુબાઇની ભૂમિકા નિભાવી છે. તો ઔરંગઝેબના રોલમાં અક્ષય ખન્નાએ તમામને ચોંકાવ્યા છે. આ ઉપરાંત વિનીત કુમાર સિંહનો રોલ પણ દર્શકો પસંદ કરી રહ્યા છે. 

  • Follow us on: