ફિલ્મ "છાવા"એ 29માં દિવસે પણ બાજી પોતાના નામે કરી છે. 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થયેલી વિકી કૌશલની ફિલ્મ "છાવા"એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ ગર્જના કરી છે. હજુપણ આ ફિલ્મ પ્રત્યે દર્શકોનો પ્રેમ ઓછો નથી થઇ રહ્યો. થિયેટરોમાં ફિલ્મ "છાવા" બાદ બીજી અન્ય ફિલ્મોએ પણ દસ્તક આપી પરંતુ એકપણ એવી ફિલ્મ નથી જે ફિલ્મ "છાવા"ને ટક્કર આપી શકે. આ શુક્રવારે જોન અબ્રાહમની ફિલ્મ "ધ ડિપ્લોમેટ" રિલીઝ થઇ હતી. પણ આ ફિલ્મ પર પણ ફિલ્મ "છાવા" ભારે પડી હતી.
રેકોર્ડ તોડ કમાણી હજુપણ યથાવત
વિકી કૌશલની ફિલ્મ "છાવા"ની કમાણી હજુપણ બોક્સ ઓફિસ પર યથાવત છે. દર્શકો સિનેમાઘર સુધી હજુપણ આવી રહ્યા છે. અને આ ફિલ્મ માટે દર્શકોનો પ્રેમ હજુપણ યથાવત્ છે. ફિલમ રીલીઝ થયાના 29માં દિવસે પણ ફિલ્મ "છાવા"એ નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ શુક્રવારે રિલીઝ થયેલી જોન અબ્રાહમની ફિલ્મ "ધ ડિપ્લોમેટ" પર ફિલ્મ "છાવા" હાવી રહી છે. ફિલ્મ "ધ ડિપ્લોમેટ"એ પ્રથમ દિવસે ફિલ્મ "છાવા"ની પ્રથમ દિનની કમાણીના તુલનામાં ઓછો વકરો કર્યો છે.
ફિલ્મ "છાવા" અને "ધ ડિપ્લોમેટ"ની કમાણી
વિકી કૌશલે ફિલ્મ "છાવા"ના માધ્યમથી બોલીવુડ અને બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો છે. 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થયેલી વિકી કૌશલની ફિલ્મ "છાવા"નો જાદુ 29માં દિવસે પણ યથાવત છે. 29માં દિવસે ફિલ્મે જોન અબ્રાહમની ફિલ્મ "ધ ડિપ્લોમેટ"ના પ્રથમ દિવસની કમાણી કરતા પણ વધુ વકરો કર્યો છે. જોન અબ્રાહમની ફિલ્મ "ધ ડિપ્લોમેટ" સત્ય ઘટના પર આધારિત છે. જેમાં જોન અબ્રાહમે ભારતીય ડિપ્લોમેટ જે.પી.સિંહની ભૂમિકા નિભાવી છે.
ફિલ્મ "ધ ડિપ્લોમેટ"ના પ્રથમ દિવસની કમાણી
ફિલ્મ "ધ ડિપ્લોમેટ"ની પ્રથમ દિવસની કમાણી 4 કરોડ રૂપિયા થઇ છે. શિવમ નાયરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં જોન અબ્રાહમની સાથે સાદિયા ખતિબ, કુમુદ મિશ્રા અને શારિબ હાશમી પણ જોવા મળી રહ્યા છે. તો આ તરફ ફિલ્મ "છાવા"એ 29માં દિવસે પણ 7.25 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યુ છે. જે ફિલ્મ "ધ ડિપ્લોમેટ"ની પ્રથમ દિવસની કમાણી કરતા પણ વધુ છે. આ કમાણી દ્વારા એક વાત ચોક્કસપણે કહી શકાય કે, ફિલ્મ "છાવા"નો ડંકો હજુપણ થિયેટરોમાં વાગી રહ્યો છે.
ફિલ્મ "છાવા"ની અત્યાર સુધીની કમાણી
લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ "છાવા"એ ભારતમાં અત્યાર સુધી 546 કરોડની કમાણી કરી છે. તો વર્લ્ડવાઇડ કલેક્શનમાં આ આંકડો 731 કરોડ રૂપિયા નોંધાયો છે. આ ફિલ્મ વિકી કૌશલના કરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ છે. આ અગાઉ વિકી કૌશલની એકપણ ફિલ્મે આટલી મોટી રકમમાં કમાણી નથી કરી. છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં વિકી કૌશલ દર્શકોને વધુ પસંદ પડ્યા છે. તો રશ્મિકા મંદાનાએ તેમની પત્ની યેસુબાઇની ભૂમિકા ભજવી છે. તો સાથે જ અક્ષય ખન્નાનો ઔરંગઝેબનો રોલ પણ દર્શકોના મનમાં છાપ છોડી રહ્યો છે.