વિકી કૌશલ સ્ટાર્ર ફિલ્મ "છાવા" બોક્સ ઓફિસ પર હજચુ સુધી ગર્જના કરી જ રહી છે. આ ફિલ્મની બોક્સ ઓફિસ કમાણીમાં અન્ય ફિલ્મો કલેક્શન કરી શકી નથી. દર્શકોના વાવાઝોડામાં અન્ય ફિલ્મો ગાયબ થઇ ગઇ છે. રિલીઝના 24માં દિવસે ફિલ્મ "છાવા"એ સની દેઓલની ફિલ્મ ગદર-2ના લાઇફટાઇમ કલેક્શનને પાછળ રાખી દીધુ છે. સિનેમા ઘરો સુધી ફિલ્મ "છાવા" દર્શકોને હજુ સુધી ખેંચી રહ્યુ છે.


બ્લોકબસ્ટર ફિલ્મો રહી ગઇ પાછળ

વર્લ્ડવાઇડ ફિલ્મ "છાવા"એ 700 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ માટે લોકોના ખુમાર ઓછો જોવા મળ્યો નથી. થોડા દિવસ અગાઉ ફિલ્મ કલેક્શનમાં ઘટ જોવા મળી હતી. પરંતુ ફરી ફિલ્મે રફતાર પકડી લીધી છે. ફિલ્મ "છાવા"ને આ અઠવાડિયે તેલુગુ ભાષામાં પણ રીલીઝ કરવામાં આવી છે. અને તેની કમાણી પણ સકારાત્મક રીતે થઇ રહી છે. દક્ષિણ ભારતીય દર્શકો પણ ફિલ્મ જોવા માટે સિનેમાઘરોમાં પહોંચી રહ્યા છે. ફિલ્મની આજે થયેલી કમાણીના શરૂઆતના આંકડા પણ બહાર આવી ગયા છે, તો ચાલો જાણીએ કે ફિલ્મે અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી છે.

ફિલ્મ "છાવા"નું બોક્સ ઓફિસ કલેક્શન

ફિલ્મ "છાવા"એ પહેલા અઠવાડિયામાં 225.8 કરોડ રૂપિયા, બીજા અઠવાડિયામાં 186.18 કરોડ રૂપિયા અને ત્રીજા અઠવાડિયામાં 84.94 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ચોથા અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે 22મા દિવસે ફિલ્મે 6.30 કરોડ રૂપિયાની કમાણી કરી અને 23મા દિવસે આ કમાણી વધીને 13.70 કરોડ રૂપિયા થઈ ગઈ. આ રીતે ફિલ્મે 23 દિવસમાં 516.40 કરોડ રૂપિયાની કમાણી કરી. હવે જો આપણે તેલુગુ ફિલ્મની છેલ્લા બે દિવસની 5.94 કરોડની કમાણી ઉમેરીએ તો આ આંકડો 522.34 કરોડ રૂપિયા થાય છે. 'છાવા'એ આજે ​​સવારે 10:30 વાગ્યા સુધીમાં એટલે કે 24મા દિવસે 9.2 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને ફિલ્મની કુલ કમાણી 531.54 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જોકે, આ આંકડા અંતિમ નથી. આમાં ફેરફાર થઈ શકે છે.

ફિલ્મ "છાવા"એ ગદર-2 નો આજીવન રેકોર્ડ તોડ્યો

ફિલ્મ "છાવા"એ ગદર 2 નો આજીવન કમાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સની દેઓલની આ ઓલટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મે 525.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એનો અર્થ એ થયો કે વિક્કી કૌશલની ફિલ્મ હવે આનાથી આગળ વધી રહી છે અને શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણના રેકોર્ડની નજીક પહોંચી રહી છે. 2023માં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મે 543 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ફિલ્મ "છાવા"ના રેકોર્ડ તોડવાની આ દોડમાં, આગામી લક્ષ્ય પઠાણ છે, જેનાથી છાવ ફક્ત 12 કરોડ રૂપિયા દૂર છે. આ પછી, રણબીર કપૂરની ફિલ્મ એનિમલની ટાર્ગેટ લિસ્ટમાં આગળ આવશે. જેણે 553 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ફિલ્મ "છાવા"ની સ્ટારકાસ્ટ

ફિલ્મ "છાવા"નું દિગ્દર્શન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજના જીવન પર આધારિત આ ફિલ્મમાં વિક્કી કૌશલ સંભાજીના પાત્રમાં જોવા મળે છે અને રશ્મિકા મંડન્ના તેમની પત્નીના પાત્રમાં જોવા મળે છે. આશુતોષ રાણા, વિનીત કુમાર સિંહ અને અક્ષય ખન્ના પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.

  • Follow us on: