ફિલ્મ "છાવા"એ રિલીઝ થયાના 22માં દિવસે રેકોર્ડ બાનાવ્યો છે. બોક્સ ઓફિસ કલેક્શનમાં 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. લાઇફ ટાઇમનો રેકોર્ડ તોડવા અગાઉ વધુ એક રેકોર્ડ તોડી નાંખ્યો છે. વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મ શાનદાર કમાણી કરી રહી છે. ચોથા અઠવાડિયામાં પણ દર્શકોને સિનેમા ઘર સુધી ફિલ્મ "છાવા" ખેંચી રહી છે. આ ફિલ્મે મેગા બજેટની તમામ ફિલ્મોને પાછળ રાખી પોતાનો કિર્તીમાન સ્થાપિત કર્યો છે.
ફિલ્મ "છાવા"નું બોક્સ ઓફિસ કલેક્શન
ફિલ્મ "છાવા"ના ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકર માટે આ સમય ગોલ્ડન પિરીયડ સમાન છે. 4 અઠવાડિયામાં ફિલ્મે 500 કરોડનો આંકડો પાર કર્યો છે. વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મ દર્શકોને વધુ પસંદ પડી રહી છે. ફિલ્મના 22માં દિવસે પણ લોકો થિયેટરોમાં આવી રહ્યા છે. આ ફિલ્મની ગર્જનમાં અન્ય રિવીઝ થયેલી ફિલ્મો ઉડી ગઇ છે. થિયેટરમાં અન્ય ફિલ્મોને ઓડિયન્સ જ નથી મળી રહી. વર્ષ 2025માં રિલીઝ થયેલી શરૂઆતની ફિલ્મ રહી છે "છાવા". જેની સામે અન્ય કોઇ ફિલ્મ વકરો નથી કરી શકી.
મેગા બજેટની ફિલ્મો રહી ગઈ પાછળ
ફિલ્મ "છાવા"એ પહેલા અઠવાડિયામાં 225.8 કરોડ રૂપિયા અને બીજા અઠવાડિયામાં 186.18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે તેના ત્રીજા અઠવાડિયામાં ₹ 84.94 કરોડની કમાણી કરી હતી. જે બાહુબલી-2 ₹69.75 કરોડ અને સ્ત્રી-2 ₹ 72.83 કરોડના ત્રીજા અઠવાડિયાના કલેક્શન રેકોર્ડ તોડી નાખે છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ફિલ્મે ત્રણ અઠવાડિયામાં 496.40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે 22માં દિવસે 2.29 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 'છાવા' હવે 500 કરોડનો આંકડો પાર કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ સાથે, આ ફિલ્મ 2025 માં આ આંકડો પાર કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની ગઈ છે. આ પહેલા, સ્કાય ફોર્સ, દેવા, વિદામુયાર્ચી અને થાંડેલ જેવી મોટી ફિલ્મો પણ આ કરી શકી ન હતી. આ સાથે, આ ફિલ્મ ગદર 2 ના ઓલટાઇમ બોક્સ ઓફિસ કલેક્શનની નજીક પણ પહોંચી ગઈ છે. સની દેઓલની ફિલ્મે ૫૨૫.૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કાલે અને પરમ દિવસે 'છાવા' ની કમાણી વધે છે, તો શક્ય છે કે વિકી કૌશલની ફિલ્મ ખૂબ જ જલ્દી તેને વટાવી શકે.
ફિલ્મ "છાવા"નું બજેટ
ફિલ્મ "છાવા"એ લગભગ 130 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ, રશ્મિકા મંદાના, અક્ષય ખન્ના, આશુતોષ રાણા અને વિનીત કુમાર સિંહ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. જેમની ભૂમિકા વિકી કૌશલે શાનદાર રીતે ભજવી છે.