વિકી કૌશલે ફિલ્મ "છાવા"ના માધ્યમથી બોક્સ ઓફિસ પર કમાણીનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ફિલ્મ 400 કરોડના આંકડાને પાર કરી ગઇ છે. વર્ષ 2025ની શરૂઆતની આ ફિલ્મ સૌથી મોટી સુપર હિટ સાબિત થઇ છે. વિકી કૌશલના કરિયરની આ ફિલ્મ માઇલ સ્ટોન ગણી શકાય છે. કારણ કે આ ફિલ્મની કમાણીનો સિલસિલો હજુ પણ યથાવત છે. હાલમાં થોડી કમી કમાણીમાં જોઇ શકાય છે. પરંતુ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં આ ફિલ્મ સફળ થઇ છે.


ફિલ્મ 'છાવા'ને બોક્સ ઓફિસ પર ઝટકો લાગ્યો

ફિલ્મ "છાવા" 14 ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થઇ હતી. આ 18 દિવસમાં પહેલીવાર, સ્થાનિક બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી સિંગલ આંકડામાં જોવા મળી છે. આ ફિલ્મે પહેલા દિવસે 31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ ફિલ્મની કમાણી એ જ ગતિએ ચાલુ રહી. દરરોજ આંકડો બે આંકડામાં રહ્યો. 17મા દિવસે પણ કમાણી 24.25 કરોડ રૂપિયા જોવા મળી હતી. સૌથી ઓછી કમાણી 15મા દિવસે માત્ર 13 કરોડ રૂપિયા થઈ હતી. જો કે, 18મા દિવસે ફિલ્મે ફક્ત 8.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 'છાવા' ની વિશ્વવ્યાપી કમાણી 600 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. આ પહેલા વિક્કીની કોઈ પણ ફિલ્મે આટલી કમાણી કરી ન હતી. ફિલ્મ 'છાવા' અગાઉ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' વિક્કીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. વર્ષ 2019માં રિલીઝ થયેલી 'ઉરી' એ 342.06 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

'છાવા' મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ પહેલા શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી 2' પણ મેડોક દ્વારા બનાવવામાં આવી હતી. 'સ્ત્રી 2' એ વિશ્વભરમાં 857.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે, 'છાવા' આ પ્રોડક્શન કંપનીની બીજી સૌથી મોટી ફિલ્મ છે. દિનેશ વિજને બંને ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

  • Follow us on: