બોલીવુડથી લઇને ટોલીવુડ સુધી પિરીયડ ડ્રામાની ફિલ્મો બનતી જ રહે છે. અને દિગ્દર્શકોનો પણ પ્રયાસ હોય છે કે ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શકો સામે મુકવામાં આવે. જેને લઇને જનતા ભારત દેશના ઇતિહાસ સાથે જોડાયેલી રહે. આ બધી વસ્તુઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ફિલ્મ "છાવા". ફિલ્મ "છાવા"માં છત્રપતિ સંભાજી મહારાજની જીવની દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ દર્શકોને એટલી પસંદ પડી રહી છે કે તેણે મેગા બજેટની તમામ ફિલ્મોના કમાણીના રેકોર્ડ તોડી નાંખ્યા છે.


બોક્સ ઓફિસ પર પિરીયડ ડ્રામાનો ચાલશે જાદુ ?

14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થયેલી ફિલ્મ "છાવા"એ દર્શકોને સિનેમા ઘરોમાં બાંધી રાખવા માટે કરેલા પ્રયત્ન સફળ થયા છે. આ ફિલ્મ રેકોર્ડ તોડ કમાણી કરી છે. બોલીવુડની મેગા બજેટની સુપર સ્ટાર સાથે બનાવેલી ફિલ્મોનો પણ કમાણીની બાબતે રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મ "છાવા"માં વિકી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં દર્શકોના દિલમાં વસ્યા છે. તો છત્રપતિ સંભાજી મહારજના પત્ની યેસુબાઇની ભૂમિકામાં રશ્મિકા મંદાના સૌ કોઇને પસંદ આવી રહી છે. તો આ સિવાય ઔરંગઝેબના રોલમાં અક્ષય ખન્નાએ જીવ રેડ્યો છે. ફિલ્મ "છાવા" 300 કરોડ રૂપિયોના કમાણીનો આંકડો પાર કર્યો છે. હવે મુખ્ય વાત એ છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અન્ય પિરીયડ ડ્રામા ફિલ્મો છે જે છત્રપતિ શિવાજી મહારાજના જીવન કથા પર બની છે. ત્યારે આ પિરીયડ ડ્રામા ફિલ્મો પાસેથી પણ ફિલ્મ "છાવા"ની જેમ રેકોર્ડ તોડ કમાણીની આશા રાખવામાં આવી રહી છે.

ફિલ્મ કેસરી વીર

આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી, વિવેક ઓબેરોય અને સુરજ પંચોલી જોવા મળશે. ફિલ્મ કેસરી વીર 14 માર્ચના રોજ રિલીઝ થશે. આ ફિલ્મની કહાની હમીરજી ગોહિલની વીરતા પર બની છે. જેણે હિદૂ ધર્મ અને સોમનાથ મંદિરની રક્ષા માટે તુગલખ સામ્રાજ્ય સામે લડાઇ લડી હતી.

ફિલ્મ મહાવતાર

ફિલ્મ "છાવા" બાદ વિકી કૌશલ વધુ એક પિરીયડ ડ્રામામાં જોવા મળશે. ફિલ્મ મહાવતારની સાથે વિકી ભગવાન પરશુરામની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2026માં ક્રિસમસના સમયે રીલીઝ થશે.

ધ પ્રાઇડ ઓફ ભારત છત્રપતિ શિવાજી મહારાજ

મરાઠા સામ્રાજ્યના વિષય પર અનેક વાર ફિલ્મો બનતી જ રહે છે. હવે દક્ષિણ ભારતીય સિનેમા પણ છત્રપતિ શિવાજી મહારાજની જીવની દર્શાવી રહ્યા છે. કંટારા દિગ્દર્શક રિષભ શેટ્ટી છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2027માં સિનેમા ઘરોમાં જોવા મળશે.

રાજા શિવાજી

રિતેશ દેશમુખ દિગ્દર્શક બનીને મરાઠી ફિલ્મ વેદ બનાવી ચુક્યા છે. હવે રિતેશ છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકાને ફરીવાર રૂપેરી પર્દે ઉતારવા માંગે છે. હમણા આ ફિલ્મની રિલીઝ ડેટ સામે નથી આવી.

વેદત મરાઠે વીર દૌડલે સાત

આ ફિલ્મમાં એક્ટર અને ડાયરેક્ટર મહેશ માંજરેકર જોવા મળશે. આ પિરીયડ ડ્રામા ફિલ્મમાં અક્ષય કુમાર છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં જોવા મળશે. જો કે આ ફિલ્મમાં ખેલાડી કુમારનો કેમિયો હશે. આ ફિલ્મની પણ હજુ સુધી રિલીઝ ડેટ સામે નથી આવી.

મોગલમર્દિની છત્રપતિ તારા રાની

છત્રપતિ શિવાજી મહારાજની વહુ અને છત્રપતિ રાજારામની પત્ની છત્રપતિ તારા રાનીના જીવન કથા પર આ ફિલ્મ બની રહી છે. મહારાણી તારાબાઇ ભોંસલેને મોગલમર્દિની છત્રપતિ તારા રાની કહેવામાં આવતુ હતુ. પતિના મૃડત્યુ બાદ મોગલ સમ્રાટો સાથે લડીને મોગલમર્દિની છત્રપતિ તારા રાનીએ પોતાના વીરતાનો પરિચય આપ્યો હતો. આ ફિલ્મની પણ હજુ સુધી રિલીઝ ડેટ સામે નથી આવી. 

  • Follow us on: