વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'છાવા' સતત સિનેમાઘરોમાં રાજ કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને 15 દિવસ વીતી ગયા છે. કમાણીના મામલે આ ફિલ્મ રેકોર્ડ તોડી રહી છે. ગઈકાલે, એક થિયેટરમાં આગ લાગી હતી, જેના કારણે ફિલ્મ 'છાવા' જોઈ રહેલા લોકોમાં હોબાળો મચી ગયો હતો. 26 ફેબ્રુઆરીએ દિલ્હીના સિલેક્ટ સિટીવોક મોલમાં આગ લાગી હતી.


અકસ્માતમાં કોઈને નુકસાન નહીં

ફિલ્મ 'છાવા'એ ભારતમાં કમાણી મામલે 400 કરોડની નજીક પહોંચી ગઈ છે. દરેક વ્યક્તિ ફિલ્મના વખાણ કરતા જોવા મળે છે. જેમણે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી, તેઓ પણ ધીમે ધીમે થિયેટર તરફ આગળ વધી રહ્યા છે. 26 ફેબ્રુઆરીએ દિલ્હીના સિલેક્ટ સિટીવોક મોલમાં વિકી કૌશલની ફિલ્મ 'છાવા'નું સ્ક્રીનિંગ થિયેટરમાં આગ લાગવાના કારણે અટકાવવું પડ્યું હતું. આ અકસ્માત બાદ લોકો ડરી ગયા હતા. જો કે, આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી.

દિલ્હી ફાયર સર્વિસીસના અધિકારીએ જણાવ્યું હતું કે ફિલ્મ 'છાવા'ની સ્ક્રિનીંગ દરમિયાન સાંજના સમયે આગ લાગી હતી. જેના પગલે છ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આગ 10 મિનિટમાં કાબુમાં આવી ગઈ હતી અને કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસને આગ લાગવાના અહેવાલો મળ્યા હતા. કેટલાક લોકો અંદર ફસાયેલા છે. તાત્કાલિક ઇમરજન્સી ટીમો રવાના કરવામાં આવી હતી અને તેઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સમય દરમિયાન કોઈને ઈજા થઈ નથી. ત્યાં હાજર લોકોએ આગ પછી થયેલા હંગામા વિશે પણ જણાવ્યું.

ફિલ્મ 'છાવા' 14 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની વાર્તા મરાઠી નવલકથા 'છાવા' પર આધારિત છે. ઐતિહાસિક એક્શન ડ્રામા આ ફિલ્મ દ્વારા મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના મોટા પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના જીવનને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

  • Follow us on: