સિનેમા ઘરોમાં ધૂમ મચાવ રહેલી અને કમાણીના તમામ રેકોર્ડ તોડનારી ફિલ્મ "છાવા" પર હવે વિવાદોનું સંકટ ઘેરાઇ રહ્યુ છે. આ ફિલ્મ પર માનહાનિ કેસ કરવાની ધમકી આપવામાં આવી છે. ફિલ્મ "છાવા"માં ઇતિહાસને ખોટી રીતે બતાવવામાં આવ્યો હોવાનો આરોપ લગાવાયો છે. મહારાષ્ટ્રના અમુક જુથ આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. અને હવે આ વિવાદમાં ફિલ્મના દિગ્દર્શક પણ ઘેરાઇ ગયા છે.


ફિલ્મ "છાવા" પર વિવાદોનું સંકટ

ફિલ્મ "છાવા"માં ઇતિહાસ ખોટી રીતે દર્શાવવા બદ્દલ 100 કરોડના માનહાનિ કેસ દાખલ કરવાની ધમકી અપાઇ રહી છે. આ ફિલ્મના દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકર પર માફી માગવા માટે દબાણ કરાઇ રહ્યુ છે. વિકી કૌશલ સ્ટાર્ર ફિલ્મ "છાવા" છત્રપતિ સંભાજી મહારાજના પાત્ર પર આધારિત છે. તેઓ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર હતા. છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુ બાદ તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજે વર્ષ 1681 થી લઇને 1689 સુધી સંભાજી મહારાજે મરાઠાઓનું નેતૃત્વ કર્યુ હતુ. અને ઘણા યુદ્ધ લડ્યા હતા.

1687ના એક યુદ્ધમાં સંભાજી મહરાજે મુઘલોની સેનાને હરાવી તો દીધી પણ તેમની સેના કમજોર પડવા લાગી હતી. અને આ દરમિયાન તેમના વિરુદ્ધ ષડયંત્રના પણ ઇતિહાસ મળી આૃવ્યા છે. અને અંતમાં સંગમેશ્વરમાં મુઘલ સેના સંભાજી મહારાજને પકડવામાં સફળ થઇ જાય છે. અને છત્રપતિ સંભાજી મહારાજને ઔરંગઝેબ સામે રજૂ કરવામાં આવે છે. અને શારિરીક યાતનાઓ પણ આપવામાં આવે છે. આ યાતનાઓ દરમિયાન છત્રપતિ સંભાજી મહારાજ સાથે ઔરંગઝેબ જે નિર્દયતાથી વ્યવહાર કરે છે તે આ ફિલ્મમાં રજૂ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે.

ફિલ્મમાં, ગણોજી અને કાનહોજી નામના બે પાત્રોને સંભાજી મહારાજને દગો આપતા અને ઔરંગઝેબ સાથે જોડાતા દર્શાવવામાં આવ્યા છે. હવે મરાઠા યોદ્ધાઓ ગણોજી શિર્કે અને કાન્હોજી શિર્કેના વંશજોએ ફિલ્મનો વિરોધ કર્યો છે અને તેના પર ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે. ગણોજી અને કાનહોજી શિર્કેના 13માં વંશજ લક્ષ્મીકાંત રાજા શિર્કેએ કહ્યું છે કે ફિલ્મમાં તેમના યોદ્ધા પૂર્વજોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે, ચિત્રણ સચોટ નથી અને તે તેમની છબીને કલંકિત કરે છે. મહારાષ્ટ્રમાં ઘણા અન્ય જૂથો પણ આનો વિરોધ કરી રહ્યા છે.

100 કરોડનો કેસ દાખલ કરવાની ચેતવણી

શિર્કે પરિવારે 'છાવા'માં દર્શાવવામાં આવેલી વાર્તા સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે તેમના પૂર્વજોને બિનજરૂરી રીતે નકારાત્મક પ્રકાશમાં દર્શાવવામાં આવ્યા છે. 20 ફેબ્રુઆરીના રોજ, શિર્કે પરિવારે 'છાવા'ના દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરને કાનૂની નોટિસ મોકલી. નોટિસમાં ફિલ્મના વર્ણનમાં ફેરફાર કરીને ઐતિહાસિક ભૂલો દૂર કરવાની માંગ કરવામાં આવી છે. શિર્કે પરિવારે નિર્માતાઓ સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવાની ધમકી પણ આપી છે.

લક્ષ્મણ ઉતેકરે માફી માંગી

નોટિસ મળ્યા પછી, શિર્કે પરિવારના વંશજોમાંથી એક ભૂષણ શિર્કે સાથે વ્યક્તિગત રીતે વાત કરવામાં આવી છે. તેમણે માફી માંગી છે અને કહ્યું છે કે ફિલ્મના પાત્રોનો શિર્કે કુળ સાથે સીધો સંબંધ ટાળવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. લક્ષ્ણ ઉતેકરે માફી માંગતા કહ્યું કે, 'અમે 'છાવા'માં ફક્ત ગણોજી અને કાન્હોજીના નામનો ઉલ્લેખ કર્યો છે અને તેમની અટકનો ઉપયોગ કર્યો નથી.' અમે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે તે જે ગામથી આવ્યો હતો તેનું નામ ઉલ્લેખિત ન હોય. અમારો હેતુ શિર્કે પરિવારને દુઃખ પહોંચાડવાનો નહોતો. જો 'છાવા' થી કોઈ તકલીફ પડી હોય, તો હું તેના માટે દિલથી માફી માંગુ છું.

  • Follow us on: