વિકી કૌશલની ફિલ્મ "છાવા" વર્ષ 2025ની હમણા સુધીની સૌથી કમાણી કરનાર ફિલ્મ બની છે. ફિલ્મ "છાવા" એ 10 દિવસમાં 300 કરોડ રૂપિયાથી વધુનો વકરો કર્યો છે. ફિલ્મ "છાવા"ની રેકોર્ડ તોડ કમાણીને જોતા એક વાત તો સ્પષ્ટ છે કે, દર્શકોને આ ફિલ્મ સૌથી વધુ પસંદ પડી રહી છે. આ ફિલ્મની રિલીઝને 10 દિવસ વિત્યા હોવા છતાં તેની કમાણીમાં કોઇ કમી નથી આવી રહી. વિકી કૌશલની કારકિર્દીની આ સૌથી મોટી અને સૌથી વધુ સફળ ફિલ્મ બની છે.
ફિલ્મ "છાવા"ના કમાણીના રેકોર્ડ
વિકી કૌશલ, રશ્મિકા મંદાના અને અક્ષય ખન્ના સ્ટાર્ટ ફિલ્મ "છાવા"એ પોતાનો અલગ જ કિર્તીમાન સ્થાપિત કર્યો છે. કમાણીની બાબતમાં તેણે બીગ બજેટની તમામ ફિલ્મના રેકોર્ડ તોડ્યા છે. રીલીઝના 10માં દિવસે પણ દર્શકોની ભીડ સિનેમા ઘરોમાં જોઇ શકાય છે. આ ફિલ્મે 300 કરોડનો આંક઼ડો પાર કર્યો છે. વિકી કૌશલ માટે આ ફિલ્મ સૌથી મોટી માઇલ સ્ટોન સાબિત થઇ છે. છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવવા માટે વિકીએ કરેલા તમામ પ્રયત્ન સફળ દેખાઇ રહ્યા છે.
300 કરોડને પાર ફિલ્મ "છાવા"
ફિલ્મે 10માં દિવસે 300 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મની કુલ કમાણી પર નજર કરીએ તો, 326.75 કરોડ છે. ફિલ્મ "છાવા" એ ટોપ 10 હિંદી ફિલ્મોની લિસ્ટમાં સામેલ થઇ છે જેણે સૌથી વધુ અને સૌથી ઝડપી 300 કરોડ કમાવ્યા છે. આ યાદીમાં પુષ્પા-2, જવાન, પઠાન, એનિમલ, ગદર-2, સ્ત્રી-2, બાહુબલી-2 જેવી ફિલ્મો સામેલ છે. ફિલ્મ "છાવા"એ 31 કરોડની સાથે ઓપનિંગ કરી હતી. તો બીજા દિવસે 37 કરોડ, ત્રીજા દિવસે 48 કરોડ, ચોથા દિવસે 24 કરોડ, પાંચમાં દિવસે 25.25 કરોડ, છઠ્ઠા દિવસે 32 કરોડ, સાતમાં દિવસે 21.5 કરોડનું કલેક્શન કર્યુ હતુ. ફિલ્મના પ્રથમ અઠવાડિયાનું કુલ કલેક્શન 219.25 કરોડ રૂપિયા હતું. તો આઠમાં દિવસે ફિલ્મે 23.5 કરોડ રૂપિયા કમાવ્યા હતા. તો નવમાં દિવસે 44 કરોડનું ઐતિહાસિક કલેક્શન કર્યુ હતુ.
વિકી કૌશલ માટે માઇલ સ્ટોન
300 કરોડની કમાણીની સાથે ફિલ્મ "છાવા" વિકી કૌશલના કારકિર્દીની સોથી મોટી ફિલ્મ બની છે. આ અગાઉ "ઉરી" ફિલ્મ હતી. જેણે રેકોર્ડ બ્રેક કમાણીની સાથે 245.36 કરોડનું કલેક્શન કર્યુ હતુ. આ સિવાય વિકીની "સૈમ બહાદુર"એ 92.98 કરોડ કમાવ્યા હતા. તો આ ઉપરાંત "ઝરા હટકે ઝરા બચકે" ફિલ્મે 88 કરોડની કમાણી કરી હતી. તો "રાઝી" ફિલ્મે પણ 123.84 કરોડ રૂપિયા કમાવ્યા હતા. ફિલ્મ "છાવા"માં વિકી કૌશલની સાથે રશ્મિકા મંદાના અને અક્ષય ખન્નાની ભૂમિકા પણ દર્શકોને પસંદ આવી રહી છે.