ફિલ્મ "છાવા"ની કુલ કમાણી 200 કરોડને પાર પહોંચી છે. આ ફિલ્મને શિવાજી જયંતી નિમિત્તે મોટો ફાયદો થયો છે. ફિલ્મની છઠ્ઠા દિવસની કમાણી 32 કરોડને પાર પહોંચી છે. વિકી કૌશલ સ્ટાર્ર ફિલ્મ "છાવા"એ "એનિમલ", "બાહુબલી", "પઠાન" પિક્ચરને કમાણીની રેસમાં પાછળ મુક્યા છે. અને હજુપણ ફિલ્મ માટે દર્શકોને ઉત્સાહ ઓછો નથી જોવા મળી રહ્યો. હજુપણ સિનેમા ઘરોમાં ફિલ્મ "છાવા" માટે ભીડ જોવા મળે છે.
શિવાજી જયંતી પર ધૂમ કમાણી
વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ "છાવા" રોજને રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. તે કમાણીની રેસમાં એટલી આગળ નિકળી છે કે, વિકીએ બોલીવુડના ત્રણેય ખાન એટલે કે, શાહરુખ ખાન, આમિર ખાન અને સલમાન ખાનની બીગ બજેટ મુવીઝને પણ પછાડી દીધી છે. ફિલ્મ "છાવા"ને શિવાજી જયંતી પર ધૂમ કમાણી કરવાની સારી તક મળી હતી. માત્ર ભારતમાં જ આ ફિલ્મે 200 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મ "છાવા" બોક્સ ઓફિસ પર સતત ગર્જના કરી રહી છે. છઠ્ઠા દિવસે ફિલ્મે 32 કરોડને પાર રૂપિયા કમાવ્યા હતા. હમણા સુધીમાં છઠ્ઠા દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. 31 કરોડથી ઓપનિંગ કરનાર ફિલ્મ "છાવા"એ હમણા સુધી ભારતમાં 197.75 કરોડ રૂપિયા કમાવ્યા છે.
બીગ બજેટ સ્ટાર રહ્યા પાછળ
ફિલ્મ "છાવા"એ કમાણીના તમામ રેકોર્ડ તોડી ફિલ્મ સમીક્ષોને આશ્ચર્યચકિત કર્યા છે. ફિલ્મ "છાવા"ની પ્રથમ દિવસની કમાણી 30 કરોડને પાર પહોંચી હતી. તો બીજા દિવસે 37 કરોડથી વધુની કમાણી કરી. તો આ તરફ, ત્રીજા દિવસે ફિલ્મ "છાવા"એ 48 કરોડથી વધુ કમાવ્યા હતા. આમ, ફિલ્મ "છાવા"ની ત્રણ દિવસની કુલ કમાણી 116.5 કરોડને પાર નોંધાઇ હતી. સૌથી વધુ કમાણી કરનાર હિન્દી સિનેમાની યાદીમાં ફિલ્મ "છાવા"નો સમાવેશ કરવામાં આવ્યો છે. આમીર ખાનની ફિલ્મ "દંગલ"ને પછાડી ફિલ્મ "છાવા"એ પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ફિલ્મ "દંગલ" 12માં સ્થાને છે તો સલમાન ખાનની ફિલ્મ "એક થા ટાઇગર" 8માં ક્રમે છે. તો શાહરુખ ખાનની ફિલ્મ "પઠાન" 17માં ક્રમે યથાવત્ છે.
ફિલ્મ કલાકારોએ દર્શકોને કર્યા પ્રભાવિત
ફિલ્મ "છાવા"એ અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કર્યુ છે. દર્શકોએ પણ આ ફિલ્મને સકારાત્મક સમર્થક આપ્યુ છે. ફિલ્મની કમાણીના રેકોર્ડને જોતા શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાનને પણ પાછળ મુકી દીધા છે. ફિલ્મ "છાવા"માં રશ્મિકા મંદાના છત્રપતિ સંભાજી મહારાજના પત્ની યેસુબાઇની ભૂમિકા ભજવી રહ્યા છે. તો ઔરંગઝેબ બનેલા અક્ષય ખન્નાએ પણ દમદાર પ્રદર્શન કરી દર્શકોને આશ્ચર્યચકિત કર્યા છે.