વિકી કૌશલની ફિલ્મ "છાવા"એ રિલીઝ થતાની સાથે જ દર્શકોના દિલ જીતી લીધા છે. આ ફિલ્મને જોવા માટે જે પ્રમાણે દર્શકો સિનેમાઘરમાં ભીડ લગાવી રહ્યા છે. તેને જોતા એક વાત ચોક્કસ છે કે, ફિલ્મ "છાવા" પોતાનો એક ઐતિહાસિક રોકોર્ડ બનાવશે. અને રેકોર્ડ બનાવવાનું દ્રશ્ય જોવા પણ મળી રહ્યુ છે. ફિલ્મ "છાવા"ની કમાણી જોતા ફિલ્મ બિઝનેસ એક્સપર્ટ પણ આશ્ચર્યચકિત છે.


માત્ર ત્રણ દિવસમાં 100 કરોડને પાર થઇ કમાણી

છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં વિકી કૌશલની દમદાર પરફોર્મંસ ફિલ્મ "છાવા"ના ટ્રેલરમાં જ જોવા મળી હતી. અને હવે સિનેમામાં તેના પ્રદર્શનથી તે દર્શકો વચ્ચે વધુ લોકપ્રિય બન્યો છે. ફિલ્મના સંગીત, ગીત અને ઓલ ગ્રાઉંડ પ્રમોશનમાં પણ કોઇ કમી જોવા મળી ન હતી. ફિલ્મ "છાવા"ની એડવાંસ બુકિંગમાં પણ સારો પ્રતિભાવ મળ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે દર્શકોના વર્ડ ઓફ માઉથે એવો માહોલ બનાવ્યો કે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ફિલ્મ "છાવા"એ રિલીઝ ડે પર જ 30 કરોડથી વધુની કમાણી કરી હતી. અને માત્ર 3 દિવસમાં જ ફિલ્મ "છાવા" 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ચુકી છે. આ સિવાય બોલીવુડના 3 ખાન આમિર, સલમાન અને શાહરુખની બીગ બજેટ ફિલ્મોને પણ વિકી કૌશલના દમદાર અભિનયે પાછળ મુક્યા છે. અભિનેતા તરીકે વિકી કૌશલના કારકિર્દીની આ સૌથી સફળ અને મેગા બજેટ ફિલ્મ સાબિત થઇ છે. અગાઉ "ઉરી" ફિલ્મે વિકેંડમાં સૌથી સારો બિઝનેસ કર્યો હતો.

"પદ્માવત"-"તાનાજી"થી પણ આગળ ફિલ્મ "છાવા"

દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ તથા શાહિદ કપૂર સ્ટાર્ર ફિલ્મ "પદ્માવત"ની કુલ કમાણી 300 કરોડથી પણ વધુ છે. ફિલ્મ "પદ્માવત"એ પ્રથમ વિકેંડમાં બોક્સ ઓફિસ પર 114 કરોડ કમાવ્યા હતા. તો ફિલ્મ "છાવા"એ પ્રથમ વિકેંડમાં 121 કરોડનું કલેક્શન પાર કરી લીધુ છે. ફિલ્મ "છાવા" કમાણીમાં હજુ પણ ઘણા લેંડ માર્ક પાર કરશે તેમ જણાઇ રહ્યુ છે. અક્ષય કુમારની ફિલ્મ "સ્કાઇ ફોર્સ"ની કુલ કમાણીને પણ ફિલ્મ "છાવા"એ તોડી નાંખ્યા છે. ફિલ્મ "છાવા" મામલે દર્શકોનો મૂડ પોઝિટીવ છે. વર્ડ ઓફ માઉથ પબ્લીસીટી મોટા પ્રમાણમાં થઇ રહી છે. જેને કારણે સિનેમા ઘરોમાં દર્શકોની સંખ્યા વધુ જોવા મળી રહી છે.

ફિલ્મ "છાવા"માં છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં વિકી કૌશલની દમદાર પરફોર્મંસની સાથે ઔરંગઝેબના રોલમાં અક્ષય ખન્નાએ પણ પોતાની અલગ છાપ છોડી છે. તેના અભિનયે પણ દર્શકોમાં પકડ જમાવી છે. આ ઉપરાંત દક્ષિણ ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાનાએ છત્રપતિ સંભાજી મહારાજના પત્ની યેસુબાઇની ભૂમિકાને પણ પૂરતો ન્યાય આપ્યો છે. ફિલ્મ "છાવા" નવા વર્ષની શરૂઆતની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. 

  • Follow us on: