વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટાર્ર ફિલ્મ "છાવા" કમાણીના તમામ રોકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મે બોલીવુડના ત્રણેય ખાનની ફિલ્મોની કમાણીને માત આપી છે. 100 કરોડના ક્લબમાં સામેલ થનાર ફિલ્મ "છાવા" વર્ષની પ્રથમ ફિલ્મ બની છે. પ્રથમ દિવસે શાનદાર ઓપનિંગ કરનાર ફિલ્મ "છાવા" રવિવારે અલગ જ મોડમાં જોવા મળી હતી. વિકેન્ડમાં ફિલ્મ "છાવા"એ હાફ સેન્ચ્યુર્રી ફટકારી છે.


બોક્સ ઑફિસ પર વિકી કૌશલની ગર્જના

ફિલ્મ "છાવા"એ કમાણીના તમામ રેકોર્ડ તોડી ફિલ્મ સમીક્ષોને આશ્ચર્યચકિત કર્યા છે. ફિલ્મ "છાવા"ની પ્રથમ દિવસની કમાણી 30 કરોડને પાર પહોંચી હતી. તો બીજા દિવસે 37 કરોડથી વધુની કમાણી કરી. તો આ તરફ, ત્રીજા દિવસે ફિલ્મ "છાવા"એ 48 કરોડથી વધુ કમાવ્યા હતા. આમ, ફિલ્મ "છાવા"ની ત્રણ દિવસની કુલ કમાણી 116.5 કરોડને પાર નોંધાઇ હતી. સૌથી વધુ કમાણી કરનાર હિન્દી સિનેમાની યાદીમાં ફિલ્મ "છાવા"નો સમાવેશ કરવામાં આવ્યો છે. આમીર ખાનની ફિલ્મ "દંગલ"ને પછાડી ફિલ્મ "છાવા"એ પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ફિલ્મ "દંગલ" 12માં સ્થાને છે તો સલમાન ખાનની ફિલ્મ "એક થા ટાઇગર" 8માં ક્રમે છે. તો શાહરુખ ખાનની ફિલ્મ "પઠાન" 17માં ક્રમે યથાવત્ છે.

બોલીવુડની સોથી મોટી પીરિયડ ડ્રામા ફિલ્મ બની "છાવા"

બોલીવુડમાં આમ તો ઘણી બધી પીરિયડ ડ્રામા ફિલ્મ બની છે. જેમકે, જોધા અકબર, પદ્માવત, બાજીરાવ મસ્તાની, મણિકર્ણિકા, તાનાજી. આ બધી એ ફિલ્મો છે. જેણે બોક્સ ઑફિસ પર જબરદસ્ત કમાણી કરી છે. પરંતુ વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટાર્ર ફિલ્મ "છાવા" આ બધા ફિલ્મોને પછાડીને રેસમાં આગળ નિકળી રહી છે. ફિલ્મ "છાવા"એ "પદ્માવત" ફિલ્મના રેકૉર્ડ તોડીને પોતાનું અગલ જ સ્થાન બનાવ્યુ છે. પદ્માવતે પ્રથમ દિવસે 19 કરોડ તો બીજા દિવસે 32 કરોડ કમાવ્યા હતા. પરંતુ ફિલ્મ "છાવા"એ રિલીઝના પ્રથમ દિવસે જ 30 કરોડ કરતા વધુની કમાણી કરી હતી.

ફિલ્મ "છાવા"એ અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કર્યુ છે. દર્શકોએ પણ આ ફિલ્મને સકારાત્મક સમર્થક આપ્યુ છે. ફિલ્મની કમાણીના રેકોર્ડને જોતા શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાનને પણ પાછળ મુકી દીધા છે. ફિલ્મ "છાવા"માં રશ્મિકા મંદાના છત્રપતિ સંભાજી મહારાજના પત્ની યેસુબાઇની ભૂમિકા ભજવી રહ્યા છે. તો ઔરંગઝેબ બનેલા અક્ષય ખન્નાએ પણ દમદાર પ્રદર્શન કરી દર્શકોને આશ્ચર્યચકિત કર્યા છે. 

  • Follow us on: