14 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મ "છાવા"એ અન્ય ફિલ્મોનો બોક્સ ઓફિસ રેકોર્ડ તોડીને પોતાનો અલગ જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ ફિલ્મ 250 કરોડને પાર જવા માટે તૈયાર છે. ફિલ્મ "છાવા"એ ઓપનિંગ ડે સમયે જ આ વર્ષે રિલીઝ થનાર સિનેમાને ધોબી પછાડ ટક્કર આપી છે. વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટાર્ટ આ ફિલ્મ દર્શકોને સિનેમા ઘરમાં જકડી રાખે છે. છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં વિકી કૌશલે પોતાના પ્રાણ પુર્યા છે.
8 દિવસમાં ફિલ્મ "છાવા"એ કમાવ્યા કરોડો રૂપિયા
ફિલ્મ "છાવા"એ દુનિયાભરમાં 300 કરોડને પાર કમાણી લીધી છે. પરંતુ હજુ પણ આ કમાણીનું વાવાઝોડું ધીમુ નથી પડી રહ્યુ. વિકેંડ અને છત્રપતિ શિવાજી જયંતિના કારણે ફિલ્મ "છાવા"ને દર્શકોનો પુરતો લાભ મળ્યો છે. રિલીઝના 8માં દિવસે પણ ફિલ્મની જડબાતોડ કમાણી ચાલુ છે. ફિલ્મ "છાવા"એ પ્રથમ દિવસે 31 કરોડથી વધુ રૂપિયા કમાવ્યા છે. તો બીજા દિવસે 37 કરોડ, ત્રીજા દિવસે 48.5 કરોડ, ચોથા દિવસે 24 કરોડ, પાંચમાં દિવસે 25.25 કરોડ રૂપિયા કમાવ્યા છે. તો આ તરફ, છઠ્ઠા દિવસે 32 કરોડ. સાતમાં દિવસે 21.5 કરોડ અને આઠમાં દિવસે 23 કરોડ રૂપિયાની બોક્સ ઓફિસ કમાણી કરી છે. ફિલ્મ "છાવા"ની હમણા સુધીની કુલ કમાણી 242.25 કરોડ થઇ ચુકી છે.
ફિલ્મ "છાવા"એ આ 7 ફિલ્મોને આપી ધોબી પછાડ
નવા વર્ષમાં હમણા સુધી 7 ફિલ્મો રિલીઝ થઇ ચુકી છે. જેમાં કંગના રનૌતની "ઇમરજન્સી", જુનૈદ ખાન, ખુશી કપૂરની "લવયાપા", હિમેશ રેશમિયાની "બેડએસ રવિકુમાર", અમન દેવગન અને રાશા થડાણીની "આઝાદ", અક્ષય કુમાર અને વીર પહાડિયાની "સ્કાઇફોર્સ" તથા શાહિદ કપૂરની "દેવા"નો સમાવેશ થાય છે. આ તમામ ફિલ્મોમાંથી કોઇપણ ફિલ્મનું કલેક્શન 200 કરોડ સુધી પણ નથી પહોંચ્યુ.
ફિલ્મ "છાવા" ન માત્ર આ વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની છે પરંતુ વિકી કૌશલની સૌથી વધુ કમાણી કરી 200 કરોડ કમાનાર ટોપ 10 ફિલ્મોમાં પણ સામેલ થઇ ચુકી છે. ફિલ્મ "છાવા"એ બોક્સ ઓફિસ પર કમાણીની ગર્જના કરી છે. વિકી કૌશલના છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા સાથે રશ્મિકા મંદાનાની યેસુબાઇની ભૂમિકા તથા અક્ષય ખન્નાની ઔરંગઝેબની ભૂમિકા દર્શકા દિલમાં પોતાનું સ્થાન મેળવવા માટે સફળ રહી છે.