ફિલ્મ "છાવા" તમામ બીગ બજેટની ફિલ્મોનો બોક્સ ઓફિસ કલેક્શન રેકોર્ડ તોડીને આગળ નિકળી છે. વિકી કૌશલ માટે વર્ષની શરુઆત સૌથી સારી રહી છે. ફિલ્મ "છાવા"એ 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે 11માં દિવસે પણ પોતાનો જાદુ યથાવત રાખ્યો છે. ઓપનિંગ ડે વખતે જ 31 કરોડની કમાણી કરીને ફિલ્મ "છાવા"એ ગર્જના સાથે શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં વિકી કૌશલની સાથે રશ્મિકા મંદાના અને અક્ષય ખન્ના પણ પોતાનો જોરદાર અભિનય બતાવી રહ્યા છે.
ફિલ્મ "છાવા"એ તમામ રેકોર્ડ તોડ્યા
વિકી કૌશલ સ્ટાર્ર ફિલ્મ "છાવા"એ કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા છે. રિલીઝના 10 દિવસમાં જ 300 કરોડને પાર પહોંચી છે ફિલ્મ. પરંતુ 11માં દિવસે ફિલ્મ કલેક્શનમાં થોડી ઘટ જોવા મળી છે. 350 કરોડનો આંકડો પાર કરવામાં ફિલ્મ "છાવા"એ થોડી પાછળ રહી ગઇ છે. ફિલ્મ "છાવા"એ નવમાં દિવસે 44 કરોડ અને 10માં દિવસે 40 કરોડ બોક્સ ઓફિસ પર કમાવ્યા છે. 11માં દિવસે 18.50 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ "છાવા"ની બોક્સ ઓફિસની કુલ કમાણી 345.25 કરોડ થઇ છે. આવતીકાલે શિવરાત્રી હોવાથી તેનો ફાયદો ફિલ્મને મળવાની આશા સેવાઇ રહી છે.
ફિલ્મની શરૂઆત થઇ હતી સારી
ફિલ્મ "છાવા"એ પ્રથમ દિવસે 31 કરોડ કમાવ્યા હતા. બીજા અને ત્રીજા દિવસે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં વધારો જોવા મળ્યો હતો. આ ફિલ્મે 37 અને 48.5 કરોડ રૂપિયા કમાવ્યા હતા. તો ચોથા દિવસે ફિલ્મે 24 કરોડ કમાવ્યા હતા. પાંચમાં દિવસે 25.25 કરોડ અને છઠ્ઠા દિવસે 32 કરોડ તથા સાતમાં દિવસે 21.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ "છાવા"ના પ્રથમ વિકની કમાણી 219.25 કરોડ રૂપિયા નોંધાઇ હતી.
ફિલ્મ "છાવા"એ છત્રપતિ સંભાજી મહારાજની વાર્તા છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલે છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે. જ્યારે રશ્મિકા મંદાનાએ તેમની પત્ની યેસુબાઇની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં ઔરંગઝેબના રોલમાં અક્ષય ખન્ના પરફેક્ટ લાગતા હતા. આ ફિલ્મમાં આશુતોષ રાણા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા. દિવ્યા દત્તાએ પણ શાનદાર ભૂમિકા ભજવી છે. આ ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ફિલ્મનો ક્લાઈમેક્સ જોયા પછી ચાહકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે.