ફિલ્મ "છાવા" જ્યારથી રિલીઝ થઇ છે ત્યારથી લઇને હમણા સુધી અનેક રેકોર્ડ બનાવ્યા અને અનેક રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મે 28માં દિવસે પણ પોતાનો જાદુ યથાવત રાખ્યો છે. ફિલ્મ "છાવા"એ 28માં દિવસે રણબીર કપૂરની ફિલ્મ એનિમલનો રેકોર્ડ તોડ્યો છે. વિકી કૌશલની ફિલ્મ "છાવા"એ 8મી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. બોલીવુડમાં મેગા બજેટની ફિલ્મોને પાછળ રાખી ફિલ્મ "છાવા"એ પોતાનું અલગ જ સ્થાન ઉભુ કર્યુ છે.


ફિલ્મ "એનિમલ"ને કમાણીમાં પછાડી

વિકી કૌશલની ફિલ્મ "છાવા" બોકસ ઓફિસ પર સતત ગર્જના કરી જ રહી છે. ફિલ્મ એક મહિના પહેલા રિલીઝ થઇ હતી. છતા તે દર્શકોને થિયેટરોમાં ખેંચી લાવવા માટે સફળ રહી છે. આ ફિલ્મે દર્શકોના મનમાં પોતાની અમીટ છાપ છોડી છે. 28માં દિવસે પણ ફિલ્મ "છાવા"નો ક્રેઝ ઓછો થયો નથી. બોક્સ ઓફિસ પર તેની તબલાતોડ કમાણી શરુ છે. ફિલ્મ "છાવા"એ પ્રથમ અઠવાડિયે 225 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તો બીજા અઠવાડિયે 186 કરોડ કમાવ્યા હતા. તો ત્રીજા અઠવાડિયે 84 કરોડ રૂપિયા કમાવ્યા હતા. અને ચોથા અઠવાડિયામાં આ ફિલ્મે 36 કરોડનો વકરો કર્યો હતો. ફિલ્મ "છાવા"એ 25માં દિવસે 6 કરોડ તો 26માં દિવસે 5 કરોડ અને 27માં દિવસે 5 કરોડ કમાવ્યા હતા.

ફિલ્મ "છાવા"એ 27 દિવસોમાં ભારતમાં 549 કરોડ રૂપિયા કમાવ્યા હતા. તો આ તરફ, 28માં દિવસે 4 કરોડની બોક્સ ઓફિસ કમાણી કરી હતી. રણબીર કપૂરની ફિલ્મ એનિમલના લાઇફ ટાઇમ કલોક્શનને પાછળ મુકી દીધી છે. રણબીર કપૂરની ફિલ્મ એનિમલે ભારતમાં કુલ 553.87 કરોડની કમાણી કરી હતી.

ફિલ્મ "છાવા" 8મી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

રણબીર કપૂરની એક્શન થ્રિલર ફિલ્મ એનિમલને ફિલ્મ "છાવા"એ માત આપી છે. અને સાથે જ એક નવો રોકર્ડ બનાવ્યો છે. ફિલ્મ "છાવા" એ ભારતની સૌથી વધુ કમાણી કરનાર 8મી ફિલ્મ બની છે. ફિલ્મ "છાવા"નો આગામી લક્ષ્યાંક રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી-2 છે. સ્ત્રી-2એ 597.99 કરોડની કમાણી કરી હતી. 

  • Follow us on: