ગયા અઠવાડિયે જોન અબ્રાહમની ફિલ્મ "ધ ડિપ્લોમેટ" સાથે બોક્સ ઓફિસ પર દસ્તક આપી હતી. જ્યારે વિક્કી કૌશલની ફિલ્મ "છાવા" છેલ્લા 34 દિવસથી સિનેમાઘરોમાં રાજ કરી રહી છે. 34માં દિવસે પણ ફિલ્મ "છાવા"એ બમણી કમાણી કરીને જોનની ફિલ્મને જોરદાર ટક્કર આપી છે. બંને ફિલ્મો સત્ય ઘટના પર આધારિત છે. અને બંને કલાકારની ભૂમિકા દમદાર છે. પરંતુ દર્શકોને ફિલ્મ "છાવા" થિયેટરોમાં વધુ આકર્ષી રહી છે.


ફિલ્મ "ધ ડિપ્લોમેટ"ની કમાણીમાં ઘટાડો

અભિનેતા જોન અબ્રાહમ જ્યારે તેમની ફિલ્મ "ધ ડિપ્લોમેટ" લઈને થિયેટરોમાં આવ્યા ત્યારે લોકોએ વિચાર્યું કે એક મોટો ધમાકો થશે. સ્વાભાવિક છે કે, જ્યારે દર્શકોએ હજાર કરોડ રૂપિયાની ફિલ્મ પઠાણમાં જોનને વિલન તરીકે જોયો, ત્યારે બધાને તેનું કામ ખૂબ ગમ્યું. આવી સ્થિતિમાં, લોકોને આ ફિલ્મ પાસેથી પણ ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ ફિલ્મ "ધ ડિપ્લોમેટ"ની કમાણી જોતાં ચાહકોની આશાઓ ઠગારી નીવડી હોય તેવું લાગે છે. કમાણીની દ્રષ્ટિએ જોન અબ્રાહમની ફિલ્મ વિક્કી કૌશલની ફિલ્મ "છાવા"ની 34માં દિવસની કમાણી સાથે સ્પર્ધા કરી શકતી નથી. એક તરફ ફિલ્મ "છાવા" છેલ્લા 34 દિવસથી સિનેમાઘરોમાં સતત ચાલી રહી છે. આજે ફિલ્મ "ધ ડિપ્લોમેટ"ના રિલીઝનો 7મો દિવસ છે. આવી સ્થિતિમાં, જોનની ફિલ્મના છઠ્ઠા દિવસના આંકડા બહાર આવ્યા છે. ફિલ્મે છઠ્ઠા દિવસે બોક્સ ઓફિસ પર 1.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે, ફિલ્મનું કુલ કલેક્શન હવે 17.65 કરોડ રૂપિયા પર પહોંચ્યુ છે.

ફિલ્મ "છાવા" 34માં દિવસે પણ લોકપ્રિય

ફિલ્મ "છાવા"ની ગતિ ધીમી હોવા છતાં, તે જોન અબ્રાહમની ફિલ્મ કરતા બમણી કમાણીમાં ઝડપી બની છે. રિલીઝના 34માં દિવસે પણ, વિકી કૌશલ અને રશ્મિકા મંદન્નાની ફિલ્મે 2.70 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે, ભારતમાં ફિલ્મ "છાવા"નું કુલ કલેક્શન 570.65 કરોડ પર પહોંચ્યુ છે. આ ફિલ્મે શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિત ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મોને હરાવી દીધી છે. ફિલ્મ "છાવા"નો જાદુ આજે પણ થિયેટરોમાં છવાયેલો દેખાઇ રહ્યો છે. 

  • Follow us on: