વિક્કી કૌશલની ફિલ્મ "છાવા" 14 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. નવાઈની વાત એ છે કે વિક્કી કૌશલ, રશ્મિકા મંદાના અને અક્ષય ખન્ના અભિનીત આ ફિલ્મનો જાદુ એક મહિના પછી પણ દર્શકોના મનમાં છે. આ ફિલ્મે તેના પાંચમા સપ્તાહના અંતે જંગી કમાણી કરી અને ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા. ચાલો અહીં જણાવીએ કે 'છાવા' એ રિલીઝના 32મા દિવસે એટલે કે પાંચમા સોમવારે કેટલી કમાણી કરી છે?


હમણા સુધી કરી છપ્પરફાડ કમાણી

ફિલ્મ "છાવા"ની કમાણીમાં પાંચમાં સોમવારે ઘટાડો જોવા મળ્યો હતો. વિક્કી કૌશલની 'છાવા' ફિલ્મે પાંચમા સપ્તાહના અંતે ઘણી કમાણી કરી હતી પરંતુ પાંચમા સોમવારે ફિલ્મનું કલેક્શન ઓછું થયુ છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત 'છાવા' બોક્સ ઓફિસ પર દરરોજ અદ્ભુત કમાણી કરી રહી છે. આ ઐતિહાસિક નાટક છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની બહાદુરીની ગાથા પર આધારિત છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. આ પીરિયડ ડ્રામા વિક્કીના કરિયરની સૌથી મોટી ઓપનર ફિલ્મ છે અને સાથે જ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ છે. રિલીઝના પાંચમા સપ્તાહના અંતે, તેણે અન્ય બધી ફિલ્મોને પાછળ છોડીને ઇતિહાસ રચ્યો અને સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, ફિલ્મ "છાવા"ની કમાણીમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. ફિલ્મના અત્યાર સુધીના કલેક્શન વિશે વાત કરીએ તો,

કરોડોમાં કમાણી કરી તોડ્યા રેકોર્ડ

પહેલા અઠવાડિયામાં 'છાવા'ની કમાણી 219.25 કરોડ રૂપિયા હતી. તો બીજા અઠવાડિયામાં 'છાવા'નું કલેક્શન 180.25 કરોડ રૂપિયા હતું. 'છાવા' એ ત્રીજા અઠવાડિયામાં 84.05 કરોડ રૂપિયાની કમાણી કરી. 'છાવા' એ ચોથા અઠવાડિયામાં 55.95 કરોડ રૂપિયાની કમાણી કરી. 29મા દિવસે ફિલ્મે 7.25 કરોડ રૂપિયાની કમાણી કરી. 30મા દિવસે 'છાવા'નો બિઝનેસ 7.9કરોડ રૂપિયા હતો. આ ફિલ્મે 31મા દિવસે 8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ફિલ્મની રિલીઝના 32મા દિવસે થયેલી કમાણીના શરૂઆતના આંકડા આવી ગયા છે. 'છાવા' એ તેની રિલીઝના 32મા દિવસે 2.65 કરોડની કમાણી કરી છે. આ સાથે 32માં દિવસે ફિલ્મ "છાવા"નું કુલ કલેક્શન 565.3 કરોડ રૂપિયા થઈ ગયું છે.

સ્ત્રી 2 ના રેકોર્ડ તોડવાથી ફક્ત આટલા કરોડ દૂર

'છાવા' છેલ્લા એક મહિનાથી વધુ સમયથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ગદર 2, પઠાણ અને એનિમલ જેવી ફિલ્મોને હરાવીને ટોચની 10 ફિલ્મોની યાદીમાં 8મા ક્રમે સ્થાન મેળવ્યું છે. અને હવે તે સ્ત્રી 2 ના લાઇફટાઇમ કલેક્શન (597.99 કરોડ) ના રેકોર્ડ તોડવાથી માત્ર થોડા કરોડ દૂર છે. તમને જણાવી દઈએ કે 'છાવા'નું 32 દિવસમાં કુલ કલેક્શન હાલમાં 565 કરોડ રૂપિયા છે. તે જ સમયે, સ્ત્રી 2 ને હરાવવા માટે તેને 32 કરોડ રૂપિયાની જરૂર છે. છઠ્ઠા સપ્તાહના અંતે 'છાવા' આ સીમાચિહ્ન પાર કરી શકશે કે નહીં તે જોવાનું બાકી છે.

ફિલ્મ "છાવા"ને નડશે સલમાન ખાનની ફિલ્મ "સિકંદર"?

જ્યારથી ફિલ્મ "છાવા" રિલીઝ થઈ છે, ત્યારથી સિકંદર જેવી મોટી કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. જોકે, હવે જ્યારે સલમાન ખાનની ફિલ્મ સિકંદર ઈદ પર રિલીઝ થવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે કલેક્શન વધારવામાં આ બંને ફિલ્મ આમને સામને રહેશે. 'છાવા'ને સ્ત્રી 2 ના રેકોર્ડ સુધી પહોંચવા માટે માત્ર 10 દિવસ બાકી છે. 'છાવા'નું દિગ્દર્શન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે. વિકી કૌશલ, રશ્મિકા મંદાના, અક્ષય ખન્ના, વિનીત કુમાર સિંહનો અભિનય દર્શકોને ખૂબ ગમ્યો છે. 

  • Follow us on: