- અભિષેક -ઐશ્વર્યાની ફિલ્મ 'રાવણ'ના 14 વર્ષ પૂરા થયા
- અમિતાભ બચ્ચને ફિલ્મને લઈને ટ્વીટ કર્યું
- અમિતાભ બચ્ચન પર ફેન્સ થયા ગુસ્સે
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ 'રાવણ'ને 14 વર્ષ પૂરા થયા છે. આવામાં ટીમ અભિષેક નામના સોશિયલ મીડિયા યુઝરે 'રાવણ'નો વીડિયો શેર કરીને અભિષેક અને ઐશ્વર્યાને અભિનંદન પાઠવ્યા હતા. અમિતાભ બચ્ચને આ ટ્વીટને પોતાના સોશિયલ હેન્ડલ પર રીપોસ્ટ કરીને અભિષેકની પ્રશંસા કરી હતી. તેણે આ પોસ્ટમાં તેની વહુ ઐશ્વર્યાનો ઉલ્લેખ પણ કર્યો નથી.
પોસ્ટ કરી અને લખ્યું
અમિતાભે લખ્યું, "અભિષેકનું અવિસ્મરણીય પ્રદર્શન... તમારી અન્ય ફિલ્મોના પાત્રોથી ઘણું અલગ અને એ જ એક અભિનેતાની સાચી કિંમત છે!! પ્યાર." તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે અમિતાભે ઐશ્વર્યાને નજરઅંદાજ કરી હોય. આ પહેલા પણ અમિતાભે 'બંટી ઔર બબલી'ની 19મી એનિવર્સરી પર અભિષેકના વખાણ કર્યા હતા, પરંતુ ઐશ્વર્યા વિશે કંઈ લખ્યું ન હતું. આ ફિલ્મમાં ઐશ્વર્યા, અમિતાભ અને અભિષેકે 'કજરા રે' પર ખાસ પરફોર્મન્સ આપ્યું હતું. ત્યારે પણ લોકો રોષે ભરાયા હતાં. તેઓ સોશિયલ મીડિયા પર અમિતાભને ટ્રોલ કરી રહ્યાં છે.
ફેન્સ થયા ગુસ્સે
અમિતાભની પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, "સર, ઐશ્વર્યાએ પણ આ ફિલ્મમાં શાનદાર પર્ફોમન્સ આપ્યું છે. તેની એક્ટિંગના વખાણ ન કરવા યોગ્ય નથી." અન્ય એક યુઝરે લખ્યું, "આ વીડિયોમાં જોવા મળેલી એક્ટ્રેસે પણ અવિસ્મરણીય પરફોર્મન્સ આપ્યું છે. તે ખરેખર એક શાનદાર કલાકાર છે. શું તમે તેની પ્રશંસા નથી કરતા?" આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું, 'તમે જે રીતે અભિષેકને સપોર્ટ કરો છો તે રીતે ઐશ્વર્યાને તમે કેમ નથી કરતા?'