• અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ફેમસ જ્યોતિષ પંડિત ચંદ્રશેખર શર્માએ કરાવ્યા
  • તેમની હાજરીમાં લગ્ન પહેલાની વિધિઓ પણ કરવામાં આવી હતી
  • પંડિતજી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને મુંબઈ ઈન્ડિયન્સ સાથે પણ જોડાયેલા છે

મુકેશ અંબાણીના લાડલા પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની દીકરી રાધિકાના લગ્ન ધામધૂમથી થઈ રહ્યા છે. આ લગ્ન સાથે જોડાયેલી દરેક વાત ચર્ચામાં રહે છે. આવામાં લગ્ન કરાવનાર પંડિત પણ ચર્ચામાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની તમામ વિધિઓ પંડિત ચંદ્રશેખર શર્માની હાજરીમાં કરવામાં આવી હતી.

ગુજરાતના જામનગરમાં આયોજિત પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં ચંદ્રશેખર શર્મા પણ હાજર રહ્યા હતા. એરપોર્ટથી બહાર નીકળતી વખતે અંબાણી અને મર્ચન્ટ પરિવારે તેમનું સ્વાગત કર્યું હતું તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કોણ છે પંડિત ચંદ્રશેખર શર્મા અને કેટલી ફી લે છે તે જાણો.

પંડિતજી માત્ર જ્યોતિષી અને પૂજારી નથી

પંડિત ચંદ્રશેખર શર્મા માત્ર જ્યોતિષી અને પૂજારી નથી. તેમનું ફેસબુક બાયો જણાવે છે કે તે એક પર્સનલ કોચ અને લાઈફસ્ટાઈલ મોટિવેટર પણ છે. તેમની ઓફિશિયલ વેબસાઈટ pujahoma.com મુજબ તે એક આધ્યાત્મિક માર્ગદર્શક છે જે તેમના ક્લાઈન્ટને આધ્યાત્મિકતાનો માર્ગ બતાવે છે. તે તેમના કામ પ્રત્યેના પ્રેમ દ્વારા જાગૃતિ લાવવા અને ઉપચાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજાઓને પણ શીખવે છે કે તેઓ કેવી રીતે તેમની આધ્યાત્મિક ક્ષમતામાં વધારો કરી શકે છે. જ્યોતિષ અને પૂજા વિધિ સેવાઓ સિવાય પંડિત ચંદ્રશેખર શર્મા સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ જીવન માટે આધ્યાત્મિક માર્ગદર્શન પણ આપે છે.

બોલિવુડ સેલેબ્સ તેમના ક્લાઈન્ટ

પંડિતજી ચાર દાયકા કરતાં વધુ સમયથી જ્યોતિષ સાથે જોડાયેલા છે. તેમને દેશભરના ઘણા ક્લાઈન્ટને તેમની સેવાઓ પૂરી પાડી છે. તેમના કેટલાક ક્લાઈન્ટના નામ તેમની ઓફિશિયલ વેબસાઈટ પર જોવા મળે છે. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટેલી, બીકેટી, પ્રિયંકા ચોપરા જોનસ, સોનુ નિગમ, વુડક્રાફ્ટ અને હિમ્મતસિંઘકા વગેરેનો સમાવેશ થાય છે. જ્યોતિષની અધિકૃત સાઇટના પેજ પર, પંડિત શર્મા દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓ સાથે તેમની ફીનો પણ ઉલ્લેખ છે.

જાણો કેટલી લે છે ફી

ચંદ્રશેખર શર્માની ફીની વાત કરીયે તો તેમની ઓફિશિયલ વેબસાઈટ pujahoma.com પર જણાવ્યા મુજબ, તે લગ્ન કરાવા માટે 25 હજાર અને લગ્ન સિવાય અન્ય વિધી રાશિફળ જોવું, કુંડળી મિલન અને મુહુર્ત જોવા માટે 1000 રુપિયા ચાર્જ કરે છે. દુકાન/ફેકટ્રીના ઉદ્ઘાટન માટે અને સત્યનારાયણની પૂજા કરાવવા માટે 5000 રુપિયા અને રુદ્ર અભિષેક માટે 11 હજાર ફીસ લે છે. આ સિવાય સુદર્શન હોમ, મૃત્યુંજય જાપ, પ્રત્યંગિરા, વાસ્તુ શાંતિ, ચંડી હોમ, રુદ્ર હોમ અને હોમ-બગલામુગી માટે તે 50 હજાર રુપિયા ફી લે છે.

  • Follow us on: