• એક કાનમાં વ્હાઈટ અને એક કાનમાં ગ્રીન ઈયરિંગ
  • વ્હાઈટ લહેંગો, ન્યૂડ મેકઅપ અને મિડલ પાર્ટેડ હેર સ્ટાઈલ કરી કેરી
  • ઈશાએ 3 વર્ષે બનેલો નવરત્ન ચોકર નેકલેસ કર્યો કેરી

ઈશા અંબાણીએ ભાઈ અનંત અંબાણીના લગ્નમાં ખૂબ એન્જોય કર્યું. તેઓએ પોતાના લુક્સને ક્લાસી અને રોયલ રાખ્યો હતો. આમ તો ઈશાનો આ લુક ખાસ રહ્યો હતો પણ એક લુક છે જે ચર્ચામાં રહ્યો છે. આ છે મિસ મેચ્ડ ઈયરિંગ્સ, જેણે ચર્ચા જમાવી છે.

આઉટફિટ્સની સાથે સાથે જ્વેલરી પણ ચર્ચામાં

ઈશાએ આઉટફિટ્સની સાથે જ્વેલરી પર પણ ફોકસ રાખ્યું છે. તેના તમામ લુકમાં ઈમ્પ્રેસિવ અને રોયલ લૂકની જ્વેલરી પેયર કરાઈ છે. તેઓેએ અનંત અને રાધિકાના શુભ આશીર્વાદ સેરેમનીમાં વ્હાઈટ કલરના લહેંગામાં પોતાનો લુક કેરી કર્યો છે. આ લુકની સાથે તેઓએ ન્યૂડ મેકઅપ અને મિડિલ પાર્ટેડ હેયર સ્ટાઈલ કેરી કરી હતી.

આ બાબતે ખેંચ્યું ફેન્સનું ધ્યાન

આ લુકમાં જે બાબતે સૌનું ધ્યાન ખેંચ્યું છે તે ઈશા અંબાણીની જ્વેલરી છે. ઈશાએ સુંદર નેકલેસ પહેર્યું હતું. સાથે જ 2 અલગ અલગ રંગના ઈયરિંગ્સ પહેર્યા હતા. એક ઈયરિંગ વ્હાઈટ અને બીજીનો કલર ગ્રીન હતો. મળતી માહિતિ અનુસાર ઈશા અંબાણીએ જે નવરત્ન ચોકર પહેર્યો છે તેને બનાવવામાં 3 વર્ષ લાગ્યા હતા. તેના ઈયરિંગ્સ મિસ મેચ્ડ રાખવામાં આવ્યા હતા. અનેક રત્નને ભેગા કરીને આ નેકલેસ બનાવવામાં 3 વર્ષ લાગ્યા. આ નેકલેસ વિરેન ભગતે તૈયાર કર્યું હતું.

ઈશાનો લૂક થયો વાયરલ

ઈશાનો આ ખાસ લૂક વાયરલ થયો છે. કિમ કાર્દશિયને પણ ઈશાની સાથે પોઝ આપ્યા. ઈશા અંબાણીના પરિવારની વાત કરીએ તો મુકેશ અને નીતા અંબાણીના 3 બાળકો છે. આ સિવાય ઈશા અને આકાશ જોડિયા ભાઈ-બહેન છે. નાનો ભાઈ અનંત છે. ઈશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે અને આકાશના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા છે.  

  • Follow us on: