- અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દુનિયાભરની હસ્તીઓ પહોંચી હતી
- લગ્નમાં આમંત્રણ વગર ઘુસી ગયેલા બે લોકો સામે પોલીસે કેસ દાખલ કર્યો
- વેડિંગ વેન્યુમાં ઘુસવાના ગેટ પર જ બે આરોપીઓને પકડી લેવામાં આવ્યો
છેલ્લા કેટલાક દિવસોથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. દરેક વ્યક્તિ લગ્નની તસ્વીરો જોવા માટે થનગની રહ્યા હતા. ત્યારે બે લોકો લગ્નમાં આમંત્રણ વગર જ પહોંચી ગયા. કડક સુરક્ષાને ચકમો આપીને આ બંને લોકો વેડિંગ વેન્યુ જિયો વર્લ્ડ સેન્ટરની અંદર ઘુસી ગયા. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે તેમનું સ્વાગત કર્યુ. હાલમાં બંને પોલીસની કસ્ટડીમાં છે અને તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
લગ્નમાં આમંત્રણ વગર ઘુસી ગયેલા બે લોકો સામે પોલીસે કેસ દાખલ કર્યો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં આમંત્રણ વગર ઘુસી ગયેલા બે લોકો સામે પોલીસે કેસ દાખલ કર્યો છે. આમંત્રણ વગર વેડિંગ વેન્યુમાં ઘુસી ગયેલા એક વ્યક્તિનું નામ વેંકટેશ નરસૈયા અલ્લૂરી છે, જે એક યૂટ્યબૂર છે અને બીજો વ્યક્તિ લુકમાન મોહમ્મદ શફી શેખ છે, જે પોતાને બિઝનેસમેન જણાવી રહ્યો છે. બંનેને મુંબઈની બીકેસી પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે. તેમની સામે અલગ અલગ કેસ દાખલ કરવામાં આવ્યા છે. તે લગ્નમાં સામેલ થવા માટે આંધ્રપ્રદેશથી આવ્યા હતા. પોલીસે બંને કેસમાં કાયદાકીય કાર્યવાહી કરતા આરોપીઓને નોટિસ આપીને છોડી દીધા છે.
એક આરોપી ગેટ નંબર 23થી લગ્નમાં અંદર ઘુસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તે સમયે સિક્યુરિટીની નજરમાં આવી ગયો
પોલીસે જણાવ્યું કે આરોપી વ્યંક્ટેશ આંધ્રપ્રદેશનો રહેવાસી છે, તે ગેટ નંબર 23થી લગ્નમાં અંદર ઘુસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તે સમયે સિક્યુરિટીની નજરમાં આવી ગયો. સુરક્ષા ગાર્ડે તેને બારકોડ લાગેલા આમંત્રણ કાર્ડ બતાવવા માટે કહ્યું પણ તે ગાર્ડથી બચીને કોઈ પ્રકારે ત્યાંથી ભાગી નીકળ્યો, તેની પર એ પણ આરોપ છે કે વ્યંકટેશે ફરીથી ગેટ નંબર 19થી પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેને સીધુ કસ્ટડીમાં આવવું પડ્યુ.
પોલીસે બંને આરોપીઓની સામે ટ્રેસ પાસિંગનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી
ત્યારે લુકમાન શેખને ગેટ નંબર 10થી લગ્નમાં અંદર ઘુસવાના આરોપમાં પકડી લેવામાં આવ્યો છે. શેખ પોતાને એક યૂટ્યૂબ ચેનલનો રિપોર્ટર જણાવી રહ્યો હતો, જ્યારે તેની પાસે કોઈ પાસ નહતો. પોલીસે બંને આરોપીઓની સામે ટ્રેસ પાસિંગનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ બંને કેસમાં કાયદાકીય કાર્યવાહી કર્યા બાદ આરોપીઓને નોટિસ આપીને છોડી મુક્યા છે.