- અનંત-રાધિકાના સૌથી મોંઘા ભારતીય લગ્નોમાંથી એક છે
- અનંત-રાધિકા જીયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્નના બંધનમાં બંધાયા
- અનંત-રાધિકાના લગ્નની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના મોટા લગ્ન નિઃશંકપણે અત્યાર સુધીના સૌથી મોંઘા ભારતીય લગ્નોમાંથી એક છે. લગ્ન પહેલાના ફંક્શન, ગ્રાન્ડ વેડિંગ સેરેમની અને દેશ-વિદેશના સૌથી મોંઘા મહેમાનો સાથે અનંત-રાધિકાના લગ્ન દુનિયાભરમાં ચર્ચામાં છે. બાળપણના પ્રેમીઓએ 12 જુલાઈ, 2024 ના રોજ મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા જીયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્નના બંધનમાં બંધાયા છે.
લગ્નની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. જ્યારે દુલ્હન રાધિકા મર્ચન્ટે તેના ડી-ડે માટે તેની બહેનની જ્વેલરી પહેરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા, ત્યારે વરરાજાએ પણ શાહી કલગી સાથે તેના આઉટફિટમાં વધુ એક રોયલ ટચ ઉમેર્યો હતો.
અનંત અંબાણીનો લગ્ન માટે શાહી પોશાક
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નના આઉટફિટે ફેન્સનું દિલ જીતી લીધું. તેના લગ્નમાં, રાધિકા અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલા રેડ અને વ્હાઈટ લહેંગામાં જોરદાર લાગી રહી હતી. અનંત તે દરમિયાન સબ્યસાચી મુખર્જીએ ડિઝાઈન કરેલી અદભૂત લાલ શેરવાની પહેરી હતી. અનંતની શેરવાનીમાં નીલમણિ અને હીરાના બટનો સાથે સોનાની ડિઝાઈન કરવામાં આવી હતી.
https://www.instagram.com/reel/C9ZeJNfth05/?utm_source=ig_embed&ig_rid=26007d39-9848-4ba9-ad00-ae0205ce2a51
કરોડોમાં છે આઉટફિટની કિંમત
તેના ડી-ડે માટે અનંતે તેના બંને સોનેરી સાફાઓ પર એક વિશાળ હીરા જડિત બ્રોચ પણ પહેર્યો હતો. સાફા સેરેમની દરમિયાન તેને તે જ કલગી તેના લાલ બાંધણી સાફા પર પહેરી હતી. વિરલ ભાયાણી દ્વારા શેર કરવામાં આવેલી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ અનંતે શાહી પાઘડી પસંદ કરી, જે સામાન્ય રીતે રાજવીઓ પહેરે છે. રિપોર્ટ મુજબ બ્રોચની કિંમત 160 કરોડ રૂપિયા છે.
Image - Instagram