રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી જેમણે ઘણા પ્રસંગોમાં તેમના ધાર્મિક સ્વભાવને દર્શાવ્યો છે, હાલમાં તેમની ભક્તિ યાત્રા માટે દ્વારકા પહોંચ્યા છે. અનંત અંબાણીના કેટલાક વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે પદયાત્રા પર જોવા મળી રહ્યા છે.
અનંતના યાત્રા વિડીયોમાં તેઓ અનેક ભક્તો અને લોકોને સાથે લઈને રસ્તા પર ચાલતા જોવા મળે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણી 141 કિમીની યાત્રા પર પોતાના મનોકામના માટે જવાના છે. અહીં તેઓ દ્વારકાધીશ મંદિર ખાતે પૂજા કરવા માટે પહોંચ્યા છે.













