• અનિકાની સૂજી ગયેલી આંખો અને તેના શરીર પર ઉઝરડા દેખાઈ રહ્યા છે
  • અનિકાએ તેનો આ ફોટો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે
  • આ ફોટો જોઈને અનિકાના ફેન્સની ચિંતા ઘણી વધી ગઈ છે

સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી અનિકા વિક્રમનની (Anicka Vikhraman) કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને બધા ચોંકી ગયા છે. આ તસવીરમાં અનિકાની સૂજી ગયેલી આંખો અને તેના શરીર પર ઉઝરડા દેખાઈ રહ્યા છે. યૂઝર્સ એક્ટ્રેસને સતત પૂછી રહ્યા છે કે તેની સાથે શું થયું છે.

પૂર્વ બોયફ્રેન્ડે અનિકા વિક્રમણ પર હુમલો કર્યો

અનિકાએ તેનો આ ફોટો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ સાથે તેણે કહ્યું છે કે તેની હાલત માટે કોણ જવાબદાર છે. વાસ્તવમાં અનિકાએ જણાવ્યું કે તેના પૂર્વ બોયફ્રેન્ડે તેની સાથે આવું કર્યું છે. આ ફોટો જોઈને અનિકાના ફેન્સની ચિંતા ઘણી વધી ગઈ છે.

અભિનેત્રીએ ફોટો શેર કરીને પોતાની ઘટના જણાવી

અનિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'ભૂતકાળમાં મારી સાથે જે થયું તે છોડી દેવા છતાં, મને સતત ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. મારા પરિવાર પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. કમનસીબે, હું અનૂપ પિલ્લઈ નામના વ્યક્તિને ડેટ કરી રહી હતી, પરંતુ તેણે મને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપ્યો. તેમના જેવો માણસ મેં આજ સુધી ક્યારેય જોયો નથી. આટલું કર્યા પછી પણ તે મને ધમકાવી રહ્યો છે. મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે તે ક્યારેય આવું કરશે.

અનિકા વિક્રમને આગળ લખ્યું, 'જ્યારે તેણે મને પહેલીવાર માર માર્યો ત્યારે અમે ચેન્નાઈમાં હતા. મે તેની સાથે ક્યારેય વાત ન કરવાનું વિચાર્યુ તે કરગરી ઉઠ્યો મારા પગે પડ્યો મને વિનંતી કરવા લાગ્યો. હું મુર્ખ હતી જો તેને માફ કરી દીધો. બીજી વખત બેંગ્લોરમાં તેણે મારા પર હાથ ઉપાડ્યો ત્યારબાદ મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી. તેણે પોલીસકર્મીઓને પૈસા આપ્યા હતા અને તેઓએ અમને અમારી વચ્ચે મામલો પતાવી દેવા કહ્યું હતું. આ પછી, તેણે ફરીથી મારા પર હુમલો કરવાની હિંમત કરી.

અનિકા વિક્રમણ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઉભરતી અભિનેત્રી છે. અભિનેત્રીનો જન્મ બેંગ્લોરમાં થયો હતો. તે 'વિષમકરણ', 'IKK' અને 'એંગા પટ્ટન સોથુ' જેવી ફિલ્મો માટે જાણીતી છે.


  • Follow us on: