• ફિલ્મ 500 કરોડના કલ્બમાં પહોંચી
  • ભારતમાં એનિમલનું કુલ કલેક્શન 512.94 કરોડ રૂપિયા થયું
  • વર્લ્ડવાઈડ 817.36 કરોડ રૂપિયાનો ફિલ્મે કર્યો કારોબાર

રણબીર કપૂરની એનિમલને રીલિઝ થયાને 2 અઠવાડિયાથી વધારેનો સમય થઈ ચૂક્યો છે. આ સાથે ફિલ્મનો ક્રેઝ દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. વીક ડેઝમાં થોડી ધીમી ગતિએ કારોબાર કર્યો પણ વીકેન્ડ પર સારી એવી કમાણી કરી લીધી. આશા રાખવામાં આવી રહી છે કે રણબીરના ફેન્સ તેમની ફિલ્મને કામયાબી અપાવશે. તો જાણો રવિવારે ફિલ્મે કેટલું કર્યું કલેક્શન.

રવિવારે કુલ 15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું

રણબીર કપૂરની એનિમલને રીલિઝ થયાને 17 દિવસ થયા છે. ફિલ્મે રવિવારે કુલ 15 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મ હવે 500 કરોડના ક્લબમાં પહોંચી છે. ભારતમાં એનિમલનું કુલ કલેક્શન 512.94 કરોડ રૂપિયા થયું છે.

જાણો હજાર કરોડ રૂપિયાથી કેટલી દૂર છે એનિમલ

એનિમલે 16 દિવસમાં 817.36 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. 100 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ હવે કમાણીના આંકડાને તોડી રહી છે. શાહરૂખની ફિલ્મ જવાન અને પઠાણથી રણબીરની એનિમલ ઘણી દૂર છે. મેકર્સને આશા છે કે 21 ડિસેમ્બરે ડંકીની રીલિઝ પહેલા આ ફિલ્મ 1000 કરોડનો આંક પાર કરી લેશે.

એનિમલે પહેલા દિવસે કમાયા હતા આટલા રૂપિયા

ઓપનિંગના દિવસે એનિમલે બંપર કમાણી કરી હતી. આ દિવસે ફિલ્મે 66.27 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ફેન્સને આશા હતી કે આ ફિલ્મ હજાર કરોડનો આંક પાર કરશે. એનિમલની સફળતાને જોતાં ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ એનિમલ 2 પર કામ કરવાનું શરૂ કર્યું છે. એકવાર ફરી તમે પાર્ટ 2 માં આ સ્ટાર કાસ્ટ જોઈ શકો છો. જો કે આ વાતને લઈને કોઈ ઓફિશિયલ માહિતિ સામે આવી નથી.  

  • Follow us on: