• આ ગીત ઈરાનના હજારેહ મંડળે કમ્પોઝ કર્યું હતું
  • ફિલ્મમાં આ ગીતે મચાવી દીધી છે ધમાલ
  • ફિલ્મ 800 કરોડની કમાણીને પાર કરવાની તૈયારીમાં

બોક્સ ઓફિસથી લઈને ચાહકોના હોઠ સુધી અત્યારે એક જ ગીત ગૂંજી રહ્યું છે. જી હા...એનિમલ ફિલ્મથી ફેમસ થયેલું ગીત જમાલ કુ઼ડુ ફેન્સને પસંદ આવી રહ્યું છે. આવું થવું સ્વાભાવિક છે કારણ કે આ ફિલ્મે 12 દિવસમાં આખી દુનિયામાં જે ધમાલ મચાવી છે તે જોઈને ઘણા સારા લોકો આઘાતમાં સરી પડ્યા હશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ વિશ્વભરમાં 800 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શવા માટે તૈયાર છે. પરંતુ આ દરમિયાન બોબી દેઓલે વધુ એક ચમત્કાર કર્યો છે. માથા પર કાચનો ગ્લાસ અને પોતે જ ડાન્સ... બોબી દેઓલનું 'જમાલ કુડુ' ગીત સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યું છે, ત્યારબાદ નિર્માતાઓએ આ ગીતને YouTube પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો. જોકે, માત્ર 4 કલાકમાં જ 'જમાલ કુડુ' ગીતે ધૂમ મચાવી દીધી છે.

જ્યારે પણ એનિમલ ફિલ્મમાં 'અબરાર' પ્રવેશ્યો છે ત્યારે દરેક વખતે તેણે હલચલ મચાવી છે. આ વખતે પણ બોબી દેઓલે સાબિત કરી દીધું કે તેને એનિમલ પછી ભગવાન કેમ કહેવામાં આવે છે. જે ગીત ઇન્ટરનેટ પર સુપર ડુપર હિટ બન્યું છે, એટલે કે ‘જમાલ કુડુ’… જાણો તેનો અર્થ શું છે અને તે ક્યાંથી આવે છે.

'જમાલ કુડુ' ગીતનો અર્થ શું છે?

બોબી દેઓલનું એન્ટ્રી ગીત 'જમાલ કુડુ' હાલમાં અનેક લોકોના હોઠ પર છે, પરંતુ શું તમે જાણો છો કે આ ઈરાની ગીત જમાલ જમાલુ પરથી લેવામાં આવ્યું છે, આ ગીત ઈરાનના હજારેહ મંડળે કમ્પોઝ કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, આ ગીત પહેલીવાર 1950 દરમિયાન ગવાયું હતું. તમને જણાવી દઈએ કે ખરાઝેમી ગર્લ્સ હાઈસ્કૂલના મંડળ દ્વારા ગાયેલું ગીત ઈરાનના પ્રખ્યાત કવિતાથી પ્રેરિત હોવાનું કહેવાય છે. જોકે, ફિલ્મનું ગીત રિલીઝ થયા બાદ તેનું જૂનું વર્ઝન પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. અબરારના સિગ્નેચર સ્ટેપ અને ડાન્સની નકલ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. જો કે, આ ડાન્સનો આઈડિયા બોબી દેઓલે પોતે આપ્યો હતો, જેનો ખુલાસો તેણે ફિલ્મ રિલીઝ થયા પછી કર્યો હતો.

'જમાલ કુડુ' ગીતે રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી

બોબી દેઓલનું ગીત 'જમાલ કુડુ' રિલીઝ થયાને માત્ર 4 કલાક જ થયા પરંતુ આ ગીતને અત્યાર સુધીમાં 2.8 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ગીતમાં બોબી દેઓલનો ડાન્સ સતત પસંદ કરવામાં આવી રહ્યો છે. ગીત પર ચાહકોની પ્રતિક્રિયાઓ પણ સતત સામે આવી રહી છે. એનિમલમાં બોબી દેઓલની વિલન સ્ટાઈલને ઘણી પસંદ કરવામાં આવી છે, હવે તેનો ડાન્સ વીડિયો પણ ધૂમ મચાવી રહ્યો છે. કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું: બોબી દેઓલ માત્ર એક નામ નથી, તે કરોડો ચાહકોની લાગણી છે.

  • Follow us on: