• અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડનમાં છે
  • આ કપલ લંડન શિફ્ટ થઈ ગયું છે
  • હાલમાં કપલનો એક વીડિયો વાયરલખ થયો છે

હાલમાં બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને તેના પતિ વિરાટ કોહલી વિશે ચર્ચા છે કે આ કપલ લંડન શિફ્ટ થઈ ગયું છે. પરંતુ આને લઈને હજુ સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી. આ દરમિયાન અનુષ્કા અને વિરાટનો એક વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો લંડનનો છે.

ફરી વાયરલ થયો વીડિયો

વિરાટ અને અનુષ્કાના જે વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યા છે તેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો લંડનનો છે. આ વીડિયોમાં અનુષ્કા અને વિરાટ કૃષ્ણ દાસનું કીર્તન કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તે વાયરલ થઈ ગયો હતો. યુઝર્સ પણ આ વીડિયો પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું કે કોહલી ભાઈનું દિલ એક જ છે, તમે કેટલી વાર જીતશો. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું કે કિંગ કોહલી ક્યારે પરત આવશે? આ સિવાય એક યુઝરે લખ્યું કે આ લંડનનો વીડિયો છે. આ વીડિયો પર યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.

 

અનુષ્કાએ શેર કરી હતી પોસ્ટ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે તાજેતરમાં જ લગ્ન કર્યા હતા. આ ગ્રાન્ડ વેડિંગમાં પણ વિરાટ અને અનુષ્કા જોવા મળ્યા ન હતા. આ દરમિયાન અનુષ્કા શર્માએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કૃષ્ણ દાસના કીર્તનની ઝલક બતાવી હતી. અનુષ્કાએ આ પોસ્ટ શેર કરતા કૃષ્ણ દાસને પણ ટેગ કર્યા છે. એક્ટ્રેસ અને ક્રિકેટર લંડન શિફ્ટ થયાના સમાચાર વચ્ચે ફરી એકવાર તેઓ લંડનમાં કિર્તનમાં ભાગ લેતા વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે.

https://www.instagram.com/reel/C9Y5N2uyNdJ/?utm_source=ig_embed&ig_rid=47173d4b-5c11-4ab9-bd96-f447bb990f20 

આ પહેલા પણ વીડિયો થયો વાયરલ

થોડા દિવસો પહેલા પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે અનુષ્કા અને વિરાટ એક કીર્તનમાં જોવા મળ્યા હતા. તે વીડિયો જોયા બાદ પણ લોકોએ કહ્યું કે આ વીડિયો લંડનનો છે અને આ કપલ લંડનમાં કૃષ્ણદાસના કીર્તનમાં સામેલ થયું છે. પરંતુ તે વીડિયો અંગે પણ કંઈ સ્પષ્ટ થયું નથી. હાલમાં આ નવો વીડિયો પણ લોકોના મનમાં અનેક સવાલો ઉભા કરી રહ્યો છે.


  • Follow us on: